Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

અરવલ્લીના બાયડના પીપોદરામાં ખેતરમાં ભેલાણ મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ :બેથી વધુ લોકો ઘાયલ

અરવલ્લી જિલ્લામાં બાયડના પીપોદરા ખેતરમાં ભેલાણ બાબતે બોલાચાલી થતાં મામલો બિચકયો હતો. જેમાં બંને બાજુથી લોકોના ટોળા આવી જતાં મામલો વધુ ગરમાયો હતો અને બે જૂથ વચ્ચે અથડામણમાં બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

    ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા. આ અંગે પોલીસે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  જાણવા મળતી વિગત મુજબ  ખેતરમાં ઘેટાં ઘુસી ગયા હતા, તેમજ પાકને નુકસાન કર્યું હતું અને ઘેટાં કેટલોક પાક ખાઈ ગયા હતા. જેથી મામલો ગરમાયો હતો.

બોલાચાલી શરુ થતા બંને બાજુથી લોકોના ટોળા પહોંચી ગયા હતા. થયેલી જૂથ અથડામણમાં બેથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

 

(7:04 pm IST)