Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

દાદરા નગર હવેલીઃ યુગલને બ્લેકમેલ કરીને મહિલા સાથે અડપલાં કરનાર યુવકને ચાર દિવસના રિમાન્ડ

આરોપી પાવલુસ સિંગડાને ચીલખી-દાનહને દપાડા ગામમાંથી ઝડપી પાડ્યો હતો.

દાદરા નગર હવેલીમાં યુગલને બ્લેકમેલ કરીને મહિલા સાથે અડપલાં કરવાના આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરતા આરોઇને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે

આ ઘટનાનો સોશિયલ મીડિયા ઉપર એક મહિલાની છેડતી અંગેનો વીડિયો વાયરલ થયા પોલીસે સક્રિયતા દર્શાવીમહિલા પાસે ગુનો નોંધાવ્યોહ હતો. જે બાદ એક આરોપીને ઝડપી પાડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

   સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલાને ચાર શખ્સો જંગલ વિસ્તારમાં શારીરિત અડપલાં કરી બળજબરી કરી રહ્યાંના દ્રશ્યો દેખાયા છે. આ સાથે તે વીડિયો સંઘપ્રદેશ દાદરા નગરહવેલીના સાતમાળિયા જંગલનો હોવાનો અને તેમાં ભોગ બનનાર મહિલા સેલવાસની હોવાનું બહાર આવતા 1 લી ડિસેમ્બર બનેલી આ ઘટનામાં પોલીસે સક્રિયતા દાખવી હતી.

  પોલીસે  ઘટનામાં ભોગ બનનાર મહિલાને શોધી કાઢી તેના નિવેદનને આધારે તથા વીડિયોમાં દેખાતા દ્રશ્યોને ધ્યાનમાં લઇ ચાર આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. આ ઘટનામાં સેલવાસના પી.આઇ. કે.બી. મહાજન તથા તેમની ટીમે આરોપી પાવલુસ સિંગડા (ઉં.વ.35 રહે. ચીલખી-દાનહ)ને દપાડા ગામમાંથી શનિવારે ઝડપી પાડ્યોહતો. પોલીસે આ આોપીને સેલવાસ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના મંગળવાર સુધી એટલે કે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે

(6:28 pm IST)