Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

એસપીજી હવે અલ્પેશ કથીરિયાની ટીમ નીચે આંદોલનમાં જોડશે.

અનામત આંદોલન ટીમનો કેપ્ટન બદલાયો:ટીમને નવો જુસ્સો મળશે.:લાલજી પટેલ

અમદાવાદ :અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ બાદ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પાસ સાથે મળીને આંદોલનન ચલાવવાની તૈયારી દર્શાવી છે.

  લાલજી પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલન ટીમનો કેપ્ટન બદલાયો છે. જેથી ટીમને નવો જુસ્સો મળશે. એસપીજી હવે અલ્પેશ કથીરિયાની ટીમ નીચે આંદોલનમાં જોડશે.

   લાલજી પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, હાર્દિક પટેલે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. ત્યારે અલ્પેશે લોકોનો વિશ્વાશ જીત્યો છે. હાર્દિક પટેલ રાજકારણમાં જોડાશે તો પાટીદાર સમાજ તેને ઉખાડી ફેકશે.

(5:26 pm IST)