Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

હાર્દિક પટેલ કહે છે અલ્‍પેશભાઇના નેતૃત્‍વમાં જ પાટીદાર આંદોલન ચાલશે

સુરત: પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ સમયે તેનું સ્વાગત કરવા હાર્દિક પટેલ લાજપોર જેલની બહાર પહોંચ્યો હતો. કથીરિયાનું સ્વાગત કર્યા બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ જ પાટીદાર અનામત આંદોલનના નેતા છે, તેમના નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે. અલ્પેશભાઈ અમારો મુખ્ય ચહેરો છે, તેઓ જે પ્રકારે આયોજન કરશે તે પ્રકારે ચાલીશું. જે નેતૃત્વને લોકો સ્વીકાર કરે તે નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે.

રોડ શોને મંજૂરી ન મળવાને લઈ હાર્દિકે કહ્યું કે, જ્યારે અમિત શાહનો રોડ શો બંગાળની સીએમ મમતા બેનર્જી રદ કરે તો તેઓ એમ કહે છે કે બંગાળ સરકાર ભાજપથી ડરે છે. તો અમને પણ એવું લાગે છે કે અમારા રોડ શોને મંજૂરી ન આપતાં ભાજપ પણ અમારાથી ડરે છે. આંદોલનના ચહેરાઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે પરંતુ જે પણ અલ્પેશભાઈ કહેશે એ પ્રમાણે આગળ ચાલીશું. અમારા પોસ્ટર બોય અલ્પેશભાઈ છે આંદોલનને કયા સ્તરે લઈ જવું તે તેઓ જ નક્કી કરશે.

અલ્પેશભાઈ જ પોસ્ટર બોય, તેમના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચાલશે- હાર્દિક પટેલ– News18 Gujarati

હાર્દિક પટેલે જણાવ્યું કે, અલ્પેશ કથીરિયાના ભવ્ય સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા, તેમને રોકવામાં આવ્યા મને પણ ટોલ ટેક્સ પણ રોકવામાં આવ્યો હતો. છતાંય અમે અમારા ભાઈના સ્વાગત માટે આવ્યા છીએ. અને હવે અમારો જ. પણ પ્રયાસ હશે તે સમાજ હિત માટે અને પાટીદાર અનામતની માંગણી માટે અને સમાજની એકતા માટે અને સામાજિક અને આર્થિક ધોરણે જે લાભ મળે એ માટે પ્રયાસ કરી આગળ વધી રહ્યા છીએ.

(3:25 pm IST)