Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે 3.43 લાખના મુદ્દામાલ સાથે ત્રણની અટક કરી

વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે શકમંદ હાલતમાં ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા ત્રણેય શખ્સો પાસેથી ખુલ્લી જગ્યામાં રાખેલ જુદી જુદી સાઈઝના લોખંડના સળીયા, પાટાઓ એંગ્લ, ચેનલ, તેમજ વજનકાટો, ત્રણ મોબાઇલ મળી કુલે રૂપિયા ૩.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચને મળેલ બાતમીના આધારે વડોદરાના તરસાલી થી જામ્બુઆ બ્રીજ વચ્ચે પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન શંકાના આધારે પસાર થઈ રહેલા ત્રણેય શખ્સોને પોલીસે રોકયા હતાં. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેઓના નામ સુરેશ સોહનલાલ પંચાલ રહે. ને.હા ૪૮, ગોપાલ કૃષ્ણ હોટલમા વડોદરા () સુરેશચંદ્ર દેવીલાલ ગુજ્જર રહે. મહાદેવ હોટલ પાછળ ને.હા નં ૪૮ વડોદરા () માંગીલાલ લછારામ જાટ રહે. ગામ.બોલા તા.જી બાડમેર હોવાનું જણાવ્યું હતું .

પોલીસે તેમને સાથે રાખી ખુલ્લી જગ્યામા જોતા ખુલ્લી જગ્યામા જુદી જુદી સાઇઝના લોખંડના સળીયાઓ, પાટાઓ એંગ્લ, ચેનલ, વજનકાટો અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતાં. આ મુદામાલ બાબતે ત્રણેય ઇસમો બીલો રજુ નહી કરતા જેથી ઇસમ અંગેની પુછપરછ અને તપાસ દરમ્યાન આ પકડાયેલ સુરેશ પંચાલનાનો તેના માણસ સુરેશ ગુજ્જર સાથે મળીને હાઇવે ઉપરથી લોખંડના સળીયા તેમજ પાટા ભરીને જતી ટ્રેલર, ટ્રકના ડ્રાઇવરોને રૂપિયાનુ પ્રલોભન આપી ટ્રક, ટેલરમા ભરેલ લોખંડના સળીયા તેમજ પાટાના માલમાથી માલીકની જાણ બહાર ૩૦૦ થી ૪૦૦ કીલો વજનના લોખંડના સળીયા તેમજ પાટાઓ ડ્રાઇવર મારફતે કઢાવી આ કઢાવેલ માળ મુળ કીમત કરતા ઓછી કીમતમા લેતા હોવાની હકીકત જણાય આવેલ છે.

તેમજ ઇસમ માંગીલાલ જાટનાનો કચ્છ તરફથી ટ્રેલરમા સળીયાનો માલ ભરી લાવી પોતાના આર્થિક ફાયદા સારૂ ટ્રેલરમાથી આઠ સળીયા માલીકની જાણ બહાર કાઢી સદર જગ્યાએ આપેલ હોય આ આપેલ સળીયાનુ વજન કરાવતા અને તેના રૂપિયા લેવા માટે આવેલ હોવાની હકીકત પ્રાથમિક પુછપરછ દરમ્યાન જણાય આવેલ છે. ટ્રેલર તેમજ ટ્રકમા મોટા જથ્થામા સળીયા તેમજ પાટાઓ ભરીને મોકલવામા આવતા હોય જેમા સાધારણ વજન ઓછુ હોય તો પણ તે બાબતે ધ્યાનમા આપવામા આવતુ ન હોય જેનો લાભ ઉઠાવી આ ટ્રક કે ટેલરના ડ્રાઇવરો સળીયા તેમજ પાટાનો માલ બારોબાર કાઢી વેચાણ કરી નાખતા હોવાની હકીકત જણાય આવેલ છે. પોલીસે ૩,૪૩,૦૦૦/- નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:05 pm IST)