Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

અમદાવાદ પોલીસે જુગારના આરોપીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો :ફોટા અને વિડિઓ વાયરલ :તપાસના આદેશ

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને પોલીસ કર્મચારી સામે તપાસની માંગણી કરી

 

અમદાવાદઃ અમદાવાદમાં પોલીસ દ્વારા જુગારના આરોપીને માર મારવાનો વિડિઓ વાયરલ થતા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે અમદાવાદમાં બે દિવસ અગાઉ વટવામાં પોલીસના મારથી એક યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. હવે દાણીલીમડાના યુવકને જુગારના કેસમાં પકડીને કાગડાપીઠ પોલીસે ઝાડ સાથે બાંધીને શરીરે ઢોર મારમાર્યો હોવાના ફોટા તથા વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયા છે.

 મળતી વિગત મુજબ આ કાગડાપીઠ પોલીસે 26 ઓકટોબરના રોજ જુગાર કેસમાં ત્રણ આરોપી સામે ફરિયાદ નોધી હતી. જે કેસમાં દાણીલીમડામાં મજુર ગામમાં રહેતા ઉમેશ સોલંકી નામના યુવકની કાગડાપીઠ પોલીસ બુધવારે રાત્ર ધરપકડ કરી હતી અને ડિસ્ટાફની ઓફીસમાં રાખીને ઢોર મારમારીન ગુરુવારે રાત્રે છોડી મૂક્યો હતો.

  પોલીસ દ્વારા યુવકને માર મારતો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ દોડતી થઇ હતી અને ગુનાની ગંભીરતાને લઇને પોલીસ કમિશનરે પોલીસ તપાસના આદેશો આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસે યુવકને ઢોર મારમાર્યો હોવાનું બહાર આવ્યું છે.
  આ મુદ્દે વડગામના એમએલએ જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને પોલીસ કર્મચારી સામે તપાસની માંગણી કરી છે. આ સાથે પોલીસ દ્વારા માર મારવાના આગળના કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો છે.

(11:11 am IST)