Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

સાવલીના ભાદરવા પંથકમાં મહિલાને ગળે ટૂંપો દઈ સવા બે લાખની મતા લૂંટી ગઠિયો રફુચક્કર

સાવલી:તાલુકાના ભાદરવા પંથકમાં આવેલા રાણીયા ગામે તમાકુની ખરીમાંથી રૃપીયા બે લાખ સત્તર હજાર નવસો રોકડા મુદ્દામાલ લૂંટી મહિલાના ગળે ટુંપી દઇ હત્યા કરી ફરાર થઇ જનાર અજાણ્યા હુમલાખોર વિરૃધ્ધ લુંટ વીથ મર્ડરનો ગુનો નોંધી ભાદરવા પોલીસે અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભાદરવા પોલીસ મથકે ફરીયાદી જયન્તીભાઇ ગોપસિંહ રાઠવા હાલ રહે. રાણીયા તા. સાવલીએ નોધાવ્યુ છે કે ગત તા.૭-૧૨ના રોજ કોઇ અજાણ્યો ઇસમ રાણીયા ગામની સીમમાં આવેલી રસીકલાલ હરીલાલ શાહની ખરીમાં કોઇ અજાણ્યા ઇસમે પ્રવેશ કરીને ચંપાબેન ઉ.૩૦ હાલ રહે. રસીકલાલની ખરી રાણીયા તા.સાવલીના ગાલના ભાગે અને છાતીના ભાગે ઇજા પહોચાડી ઝપાઝપી કરી ગળેટુંપો દઇ હત્યા કરી તિજોરી ખોલી ડ્રોઅર તોડી રૃપિયા બે લાખ રોકડા અને મોબાઇલ જે.સેવનમેક્સ રૃપીયા ૧૫૯૦૦ની લૂંટ કરી ફરાર થઇ જતા ભાદરવા પોલીસે ફરીયાદીની ફરીયાદના આધારે ગુનો નોંધી ડોગસ્કોવર્ડ અને ફિંગરપ્રિન્ટના નિષ્ણાતોની મદદ લઇ ગુનેગારનું પગેરૃ શોધવા તજવીજ હાથ ધરી છે.

 

(6:26 pm IST)