Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

સેવાલિયા ચેકપોસ્ટ નજીક પોલીસે બાતમીના આધારે ચૂંટણી માટે ડમ્પરમાં લવાતો 8.71 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

ખેડા:આ વખતે પણ પોલીસના લાંબા હાથમાંથી ડમ્પર ચાલક ભાગી છૂટવામાં સફળ બન્યો
મળતી માહિતી મુજબ વિધાનસભાની ચૂંટણીમાં વિદેશી દારૂની રેલમછેલમ અટકાવવા માટે પોલીસે ચેકપોસ્ટો ઉભી કરીને સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ઘરી છે. ગઈકાલે સેવાલિયા પોલીસને એવી માહિતી મળી હતી કે એક ડમ્પરમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જેથી પીએસઆઈ એ.જે. ચૌધરીએ સ્ટાફના જવાનો સાથે રાખી સેવાલિયા રાજુપુરા ફાટક પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન ડમ્પર નં. જીજે -૦૭ વાયઝેડ-૩૭૮૮ આવતા પોલીસે તેને રોકવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ ડમ્ફરના ચાલકે થોડે દુર જઈને ડમ્ફર ઉભું રાખી પકડાઈ જવાની બીકે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ડમ્ફરની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પકડાયેલા વિદેશી દારૂમાં બોમ્બે સ્પેશીયલ વ્હીસ્કી સ્પેશીયલી ડીસ્ટીલેટેડ બેન્ડેડ એન્ડ બોટલ મધ્યપ્રદેશ ઓનલીના માર્કાવાળી ૭૫૦ મિલીની ૩૧૮૦ બોટલ કિંમત રૂપિયા ૬,૩૬,૦૦૦ તથા પ્લાસ્ટીકના ક્વોટરીયા ૧૮૦ મિલીના ૪૭૦૪ કિંમત રૂપિયા ૨,૩૫,૨૦૦ ના મળી આવ્યા હતા. પોલીસે દારૂ તેમજ ડમ્પર મળી કુલ ૨૩,૭૧,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ભાગી છૂટેલ ડમ્પર ચાલક સામેે ગુનો દાખલ કર્યો છે.
પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશથી આ વિદેશી દારૂનો મોટો જથ્થો ચૂંટણી માટે લાવવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે આ બનાવમાં ઉંડી તપાસ હાથ ધરે તો આ વિદેશી દારૂ ચૂંટણી માટે કોણે મંગાવ્યો ? તે બહાર આવી શકે તેમ છે હાલમાં પોલીસ તપાસ ચાલુ હોવાનું રટણ કરે છે.

 

(6:25 pm IST)