Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ગાંજાનું નેટવર્ક પ્રસરે તે પહેલાં જ બે યુવાનો પોલીસની જાળમાં સપડાયા

ડ્રગ્સ યુવાધનને બરબાદ ન કરે તે માટે વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંહ કોઈ કસર છોડવા માંગતા નથી : એડી.પોલીસ કમિશ્નર ચિરાગ કોરડિયા, ડીસીપી એલ.એ.ઝાલા,એસપી પી.આર.રાઠોડના માર્ગદર્શનમાં કાર્યદક્ષ પીઆઈ કિરીટ લાઠિયા ટીમને વધુ એક સફળતા

રાજકોટ તા.૯ :   ડ્રગ્સ મામલે ગુજરાતની હાલત પંજાબ જેવી ન બને તે માટે વડોદરાનાં જાગૃત પોલીસ કમિશનર શમશેર સિંઘ ટીમ દ્વારા ડ્રગસ દૂષણને ઝડમુળથી ઉખેડી નાખવા માટે ટોપ પ્રાયોરિટી આપવાની નીતિનો કડક અમલ કરવા માટે વડોદરાનાં કાર્યદક્ષ પીઆઇ કિરીટ લાઠિયા ટીમને ફરી એક વખત સફળતા મળી છે.

દરમ્યાન વારસીયા પોલીસ સ્ટેશનને મળેલ ચોકકસ હકીકત આધારે પોલીસ ઈન્સ્પેકટર કે.એન.લાઠીયા તથા સ્ટાફના માણસોએ વારસીયા રીંગ રોડ અનન્ય કોમ્પલેક્ષ પાસે રેઈડ કરતા (૧) દિવ્યાંગ ઉર્ફે દેવ સુભાષભાઈ વણઝારા (ઉ.વ.૨૦) રહે- અનન્ય કોમ્પલેક્ષની પાછળ સંપતભાઈના ઝુપડામા હરણી- વારસીયા રીંગરોડ વડોદરા શહેર, (૨) કેયુર નરેન્દ્રભાઈ શર્મા રહે- ફતેપુરા અડાણીયાપુલ કાલુપુરા રોડ આર.ડી.ટેલરના મકાનમાં ફતેપુરા વડોદરા શહેર નાઓને પકડી તેઓની  અંગ ઝડપી તપાસમાંથી વનસ્પતિ જન્ય પદાર્થ ગાંજો જેનુ વજન ૩૦.૮૬ ગ્રામ કિ.રૂ.૩૦૮.૬૦/- તેમજ મોબાઈલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૬૦૦૦/- તથા પાવરબેંક નંગ-૦૧ કિં.રૂ.૧૦૦/- તથા રોલીંગ પેપર કવર નંગ-૨ કિ.રૂ૦૦/૦૦ તથા ચપ્પુ નંગ-૦૧ કિ.રૂ.૫૦/- તથા રોકડા રૂપીયા ૪૫૬૦ કુલ- રૂ.૧૧૦૧૮.૬૦નો મુદ્દામાલ મળી આવેલ હોય આ મળી આવે હોય તેઓનો વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ. એકટ સને ૧૯૮૫ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીના નામ સરનામું: (૧) દિવ્યાંગ ઉર્ફે દેવ સુભાષભાઈ વણઝારા ઉ.વ.૨૦ રહે- અનન્ય કોમ્પલેક્ષની પાછળ સંપતભાઈના ઝુપડામાં હરણી- વારસીયા રીંગરોડ વડોદરા શહેર, (૨) કેયુર નરેન્દ્રભાઈ શર્મા રહે- ફતેપુરા અડાણીયાપુલ કાલુપુરા રોડ આર.ડી.ટેલરના મકાનમાં ફતેપુરા વડોદરા શહેર.

અત્રે એ યાદ રહે કે વડોદરા એડિશનલ સી ચિરાગ કોરડીયા,નાયબ પોલીસ કમિશનર એલ.એ. ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન પી.આર.રાઠોડ દ્વારા આ માટે પોલીસ કમિશનર ના માર્ગ દર્શન મુજબ ખાસ રણનીતિ બનાવી વડોદરાનું યુવાધન બરબાદ ન થાય તે માટે સતત ચિંતિત રહે છે.  અત્રે એ યાદ રહે કે વડોદરા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ  ગેહલોત હતા ત્યારે શાળા કોલેજના બાળકોને આવા દુષણ થી દુર રાખી તેમનું જીવન નશાની ગર્તામાં ન ધકેલાઈ જાય તે માટે  આવા પદાર્થનું સેવન કરનારા તુરત ઓળખાય જે તે માટે વિદેશથી ખાસ કીટ મંગાવેલ. અનુપમસિંહ ગેહલોતના પ્રયાસોની નોંધ કેરળ હાઈકોર્ટ દ્વારા લેવામા આવેલ. હાલના પોલીસ કમિશનર પણ આવી પ્રવૃત્તિઓ લોખંડી હાથે દાબી દેવા માટે સતત મોનીટરીંગ કરી ડ્રગ્સ સપ્લયારો અને પેડલરો અંગે લેટેસ્ટ અપ ડેટ અન્ય રાજ્યમાંથી પણ સતત મેળવે છે.

સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓઃ- (૧) કે.એન.લાઠીયા પોલીસ ઈન્સ્પેકટર, (૨) અ.હે.કો.પ્રકાશ રઘુનાથ બ.નં.૨૨૯૧, (૩) અ.હો.કો.અજી મનુજી બ.ન.૩૧૯૮, (૪) અ.પો.કો.ધર્મેન્દ્રસિંહ રામસિંહ બ.ન.૧૧૬૨

(3:08 pm IST)