Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઘટના સ્થળે પહોંચી સ્થળ મુલાકાત લીધી

જિલ્લા પંચાયતના બે વિભાગનો રેકોર્ડ તેમજ બાર જેટલા કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા : સદનસીબે બીજી કોઈ જાનહાનિ ન થઈ

રાજકોટ તા.૯ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. 

    ઘટનાની જાણ થતા જ તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને સંપૂર્ણ માહિતી મેળવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ જિલ્લા પંચાયતના બે વિભાગનો રેકોર્ડ તેમજ બાર જેટલા કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે બીજી કોઈ જાનહાનિ થઈ ન હતી.

    આ તકે પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે રહી મંત્રીશ્રીએ જાત નિરીક્ષણ કરી ફાયર સેફટી અધિકારીશ્રીને જરૂરી સૂચનો તેમજ ફાયર બ્રિગેડની ટીમની કામગીરીને બિરદાવી હતી.ફાયર વિભાગની ઝડપી અને સમયસૂચકતાને લીધે આગ અન્યત્ર પ્રસરી ન હતી.

(1:03 pm IST)