Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

રાજપીપળા જુનાકોટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી માથાકૂટમાં એક શખ્સને ઇજા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા ના જુનાકોટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતા એક શખ્સને માર મારનાર ત્રણ ઈસમ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.

 પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ દિગ્વિજય પ્રવિણસિંહ રાણા (રહે- જુનાકોટ રાજપીપલા )નાઓની ફરીયાદ મુજબ તારીખ 5 નવેમ્બરના રોજ રાતે લગભગ નવ વાગે  તેઓ તેમના ઘર આગળ દિવાળીનો તહેવાર હોવાથી હું ફટાકડા ફોડતો હતા ત્યારે એક હવાઈ ફળીયામાં રહેતા કુલદિપભાઇ ગોપાલભાઈ વસાવાના ઘર આગળ રસ્તા પર પડતા કુલદિપભાઈ મને કહેવા લાગેલ કે તુ કેમ અમારા ઘર બાજુ હવાઈ રાખીને ફટાકડા ફોડે છે , તેમ કહી ગમેતેવી ગાળો બોલતો હતો અને મે ગાળો બોલવાની ના પાડતા કુલદિપભાઈ  લાકડુ લઈને એક ઝાપટ માથામાં મારી તથા ફળીયામાં રહેતો બંટી ઉર્ફે તેજપાલભાઈ લક્ષ્મણભાઈ ચાવડા પોતાના હાથમાં કોદાળીનો હાથો લઈને આવી એક હાથો મારતા તેઓ પડી ગયા બાદ સચીનભાઈ રાજુભાઈ વસાવા પણ ચપ્પુ જેવુ સાધન લઈ મારવા જતા ઈજા થયેલ તેમજ બીજા અન્ય ઈસમો પણ હુમલામાં હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત દિગ્વિજય રાણાને રાજપીપળા સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

(10:49 am IST)