Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

નર્મદા જિલ્લામાં દિવાળી, નવા વર્ષ તેમજ ભાઈ બીજમા 108 ની ઇમર્જન્સી કેસોમા ઉછાળો જોવા મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 108 ઇમર્જન્સી સેવા સતત 24/7 કાર્યરત નિઃશુલ્ક સર્વિસ છે જે નાગરિકોને સમયસર 108 એમ્બ્યુલન્સમા દર્દીને સારવારની સાથે સાથે દર્દીને હોસ્પિટલમા ખસેડવાની સુવિધા પુરી પાડવા સતત કાર્યરત રહે છે.

દિવાળી જેવા મોટા તહેવારમા જયારે બધા નાગરિકો પોતાના ઘરે પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો ઉજવે છે ત્યારે 108ના બધા કર્મચારીઓ એ ફરજ પર હાજર રહી ફરજના સ્થળ પર રંગોળી બનાવી, તેમજ દિવાળીના દિવસે ફરજ પર જ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી, દિવાળી દરમિયાન કોઈ પણ કર્મચારી રજા પર ગયા વગર સતત ફરજ પર હાજર રહ્યા, જેના બદલ 108ના તમામ કર્મચારીઓ માટે એક સલામ તો બને છે.

દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ જેવા મુખ્ય તહેવારના દિવસોમા લોકોનું ખરીદી માટે તેમજ સગા સંબંધીને મળવા માટે ટ્રાવેલિંગ કરતા હોય છે અને તેવા સમયે પોતાની અથવા બીજાની ભૂલથી અકસ્માતો સર્જાય છે આવી પરિસ્થિતિઓને પોહચી વળવા માટે 108 ઇમર્જન્સી સર્વિસ ખડે પગે રહી લોકો ના જીવ બચાવ્યા હતા.

ચાલુ દિવસો કરતા અકસ્માતના (વાહન સાથે / વાહન સિવાય )કેસોમા વધારો જોવા મળ્યો હતો તેમજ બીજા ઇમર્જન્સી કેસોમા પણ વધારો જોવા મળ્યો હતો.

દિવાળીના તહેવારમા પણ રજા લીધા વગર આ નિસ્વાર્થ ભાવનાથી કામ કરતા 108ના કર્મચારીઓ ને સલામ અને દરેક કર્મચારીનો આભાર કે તેઓ નાગરિકો માટે પોતાના પરિવારથી દૂર રહી લોકોને સેવા પુરી પાડી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

(10:44 am IST)