Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ બે દિવસ ગુજરાત આવશે : ધનતેરસે પોતાની ઓફિસમાં લક્ષ્મી પૂજન કરશે:કાર્યક્રમ જાહેર

ચૌદસે વસ્ત્રાપુરાના પરમેશ્વર મહાદેવ મંદિરે પુજા કરશે અને દિવાળીના દિવસે પરિવાર સાથે સમય વિતાવશે

 

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ ફરીવાર ગુજરાત આવશે કચ્છના કાર્યક્રમ બાદ અમિતભાઈ  શાહ અમદાવાદ આવશે અને પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવશે સુરક્ષા સંદર્ભે BSF અધિકારીઓ સાથે પણ એક બેઠક કરી શકે છે. ધનતેરસના દિવસે પોતાની ઓફિસમાં લક્ષ્મીપૂજા કરશે. ચૌદસે વસ્ત્રાપુરાના પરમેશ્વર મહાદેવ મંદિરે તેઓ પુજા કરશે અને દિવાળીના દિવસે પરિવાર સાથે તેઓ સમય વિતાવશે. બેસતા વર્ષનાં દિવસે વસ્ત્રાપુર હવેલી ખાતે પરિવાર સાથે દર્શન કરશે. ગુજરાત ભાજપના મુખ્ય નેતાઓ સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે.

બીજા દિવસે 12મીના સવારથી તેઓ સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજનાના સ્ટોલ મુલાકાત લેશે, જ્યાં કેટલીક યોજનાઓને ખુલ્લી પણ મૂકી શકે છે. સવારે 11થી 2 દરમ્યાન કચ્છના 105 મળીને બનાસકાંઠા, પાટણ એમ ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો તેમજ અધિકારીઓ સાથે બેઠક કરશે. સાથે તેઓ સંબોધન પણ કરશે. સરહદી ગામોના વિકાસ માટે મળતાં નાણાં કઇ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે તેના અભિપ્રાય સરપંચો પાસેથી લેશે.

પોતાના સંબોધનમાં BADPની યોજના ભવિષ્યમાં કેવી રીતે વિસ્તારી શકાય અને સાચા અર્થમાં નાણાંનો ઉપયોગ થાય બાબતે સમજ આપશે. બાદમાં સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે. બપોરે ધોરડોમાં ભોજન લઇને પરત જાય તેવી શક્યતા છે. આમ, નવરાત્રિ બાદ ટૂંકા ગાળામાં અમિત શાહની બીજી ગુજરાતની મુલાકાત બની રહેશે

અમિતભાઈ  શાહ સરહદી ગામોના વિકાસ માટે મળતા નાણાનો કઇ રીતે ઉપયોગ કરાઈ છે તેના અભિપ્રાય સરપંચો પાસેથી લેશે. પોતાના સંબોધનમાં BADPની યોજના ભવિષ્યમાં કેવી રીતે વિસ્તારી શકાય અને સાચા અર્થમાં નાણાનો ઉપયોગ થાય બાબતે સમજ આપશે. બાદમાં સરહદી સુરક્ષા દળના અધિકારીઓ સાથે બેઠક કરશે. બપોરે ધોરડોમાં ભોજન લઇને અમિત શાહ પરત દિલ્હી રવાના થાય તેવી શક્યતા છે.

(12:17 am IST)