Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સામૂહિક આરોગ્ય કેન્દ્રના ૧૨ કર્મી પગારથી વંચિત

બરવાળામાં કોરોના વોરિયર્સની કફોડી સ્થિતિ : છેલ્લા બે-ત્રણ મહિનાનો પગાર ન ચૂકવાતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ, હડતાળ પાડવાની ચીમકી

બરવાળા, તા. : કોરોના મહામારીએ દેશમાં કહેર વરસાવવાનો શરૂ કર્યો ત્યારે લોકો ડોક્ટર, પોલીસ, સ્વિપર, સાફ સફાઇ કરનારા લોકો પર પુષ્પ વર્ષા કરતા હતા પરંતુ હવે ફરીથી બનાવટી મુખોટો નીકળી ગયો છે અને લોકોનો દંભ દેખાઇ રહ્યો છે. કોરોના યોદ્ધા તરીકે કોવિડ-૧૯ હોસ્પિટલમાં  ફરજ બજાવી હોવા છત્તાં પણ સન્માનની જગ્યાએ હેરાનગતિ ભોગવતાં બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કુલ ૧૨ જેટલા કર્મચારીઓ જેમાં જુ.ક્લાર્કથી લઈ સ્વિપર સુધીના કુલ બાર ૧૨ કર્મચારીઓના આઉસોર્સિંગ એજન્સી દ્વારા છેલ્લા બે થી ત્રણ માસનો પગાર ચૂકવાયો નથી. ત્યારે દિવાળીના તહેવારોમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તમામ બાર કર્મચારીઓ દ્વારા દિવાળી પહેલા વેતન ચૂકવા માંગ અન્યથા હડતાલ પર ચીમકી જવાની ઉચ્ચારી રહ્યાં છે.

બોટાદ જિલ્લાના બરવાળા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટ સોર્સ એજન્સી મારફતે કુલ ૧૨ જેટલા કર્મચારીઓ જુનિયર ક્લાર્ક, લેબ ટેક, ડ્રાઇવર, પટાવાળા, સ્વીપર, પાર્ટ ટાઇમ સ્વીપર, પાર્ટ ટાઇમ ચોકીદાર, વોર્ડ બોય અને વોર્ડ આયા તરીકે ફરજ બજાવે છે, તમામ ૧૨ કર્મચારીઓનું ગુજરાન માત્રને માત્ર નોકરી પર આવતા પગાર પર નિર્ભર છે. કોરોના જેવી મહામારીમાં જીવના જોખમે તેઓને પ્રતિ નિયુક્ત કરી અને વધારાની કોવિડ-૧૯માં પણ ફરજ પર મૂકવામાં આવેલા હતા. જ્યાં તેઓ સંપૂર્ણ સ્વખર્ચે અવરજવર કરતા અને ત્યારે વધારાનું વેતન બોનસ કે એકસ્ટ્રા પેમેન્ટની જગ્યાએ તેઓનું રેગ્યુલર વેતન પણ સમયસર આપવામાં આવતું નથી. હાલમાં કર્મીઓના થી માસના પગાર હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. હાલમાં દિવાળી જેવા તહેવારોમાં પોતાના પરિવારના ગુજરાનને લઈ તમામ ૧૨ કર્મીઓ ચિંતિત છે ત્યારે દિવાળી પહેલા વેતન ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે. જો એમ ના થાય તો હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યાં છે.

બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટ સોર્સ વર્ગ-૩ના કર્મચારીઓ ડી.જી. નાકરાણી એજન્સી હસ્તગત કામ કરી રહ્યા છે. જ્યારે વર્ગ-૪ના કર્મીઓ એમ.જે. સોલંકી એજન્સી મારફતે કામ કરી રહ્યા છે. ત્યારે બન્ને એજન્સીઓ દ્વારા વર્ગ- અને ૪ના કુલ ૧૨ કર્મીઓના ગત થી માસનો પગાર ચુકવેલ નથી. ત્યારે તમામ કર્મચારીઓ દ્વારા આરોગ્ય વિભાગ તેમજ એજન્સીને વારંવાર ટેલીફોનિક તેમજ રૂબરૂ રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ યોગ્ય જવાબ નહીં મળતો હોવાનું જણાવ્યું અને પગારને લઈ કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થતી હોવાનું જણાવ્યું હતું. આગામી દિવાળીના તહેવારો પહેલા જો તમામ ૧૨ કર્મીઓના બાકી નીકળતા પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અન્યથા તેઓ સમગ્ર કામગીરીથી અળગા રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સાથે હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે.

(9:37 pm IST)