Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અંકલેશ્વરમાં ફાઈનાન્સની કંપનીમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડની લૂંટ : સનસનાટી

ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલી ઇન્ફોલાઇન ફાઇનાન્સની કંપનીમાંચાર લૂંટારુઓ લૂંટ ચલાવી કારમાં ફરાર : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : નાકાબંધી કરીને લુટારુઓની શોધખોળ શરૂ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ફોલાઇન ફાઇનાન્સની કંપનીમાં લૂંટ થતા સનસનાટી મચી જવા પામી છે,સવારના 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંદૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટ થઇ હતી. જેમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટીને લૂંટારાઓ ફરાર થઇ ગયા હતાં. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

આ 4 લૂંટારૂઓ કંપનીની ઓફિસમાં લગાવેલા CCTVમાં ઓફિસમાં પ્રવેશ કરતા જોવા મળી રહ્યાં છે અને ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંદૂકની અણીએ અંદરના રૂમમાં મોકલી દે છે. બે લૂંટારૂઓના હાથમાં બંદૂક અને એક લૂંટારૂના હાથમાં ચાકુ જોવા મળે છે. આ લૂંટારુઓ 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટીને કારમાં બેસીને ફરાર થઇ ગયા હતાં. જો કે આ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

આજે સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં લૂંટારાઓ ત્રાટક્યા હતાં. જેઓએ 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી કારમાં ફરાર થઇ ગયા હતાં. હાલમાં અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને આ લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ લૂંટારાઓને શોધવામાં લાગી ગઇ છે.

(6:56 pm IST)