Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગાંધીનગર નજીક કુડાસણમાં પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારી દહેજની માંગણી કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:શહેર નજીક આવેલા કુડાસણમાં રહેતી અને મુળ પશ્ચિમ બંગાળની પરિણીતાને પતિ સહિત સાસરિયાઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અને દહેજ માંગવામાં આવતાં પરિણીતાએ આ સંદર્ભે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પરિણીતાને પિયરમાં કયારેય જવા દેવામાં નહીં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા કુડાસણમાં સ્વાગત રેઈન ફોરેસ્ટ સી-૧૦૪માં રહેતી અને મુળ પશ્ચિમ બંગાળના ખડગપુરની રચના પ્રભાકર શર્માના લગ્ન વર્ષ ર૦૧૪માં ધર્મરાજ પાંડેના પુત્ર અધિરાજ સાથે થયા હતા. લગ્ન વખતે આ પરિવાર પશ્ચિમ બંગાળ હાવડામાં રહેતું હતું ત્યાં સાસુ ઉષાબેન અને દિયર અમરરાજ પણ સાથે રહેતા હતા. શરૂઆતમાં લગ્નજીવન સુખેથી પસાર થયા બાદ રચના કોલકતાની શાળામાં નોકરી કરતી હોવાથી ઘરે આવવામાં મોડુ થતાં સાસુ દ્વારા મેણાંટોણા મારવામાં આવતા હતા અને ત્રાસ અપાતો હતો. તો સાસુ અધિરાજને પણ ચઢામણી કરતા હતા. પતિ અને સાસુ દ્વારા તેણીને પિયરમાં પણ જવા દેવામાં આવતી નહોતી. ત્યારબાદ રચનાએ પુત્રને જન્મ આપ્યો હતો અને આ સમયે તેની માતા તેમની સાથે રહેવા આવ્યા તે સમયે પણ પતિ સહિતના સાસરીયાઓએ તેમની સાથે ખરાબ  વ્યવહાર કર્યો હતો. જયાંથી વર્ષ ર૦૧૮માં તેઓ કુડાસણ ખાતે રહેવા આવ્યા હતા અને રચના શહેર નજીક આવેલી એક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી. અહીં પણ પિયરના દાગીના લઈને સાસરીયાઓએ તેની ઉપર ચોરીનો ખોટો આરોપ મુકયો હતો. 

(5:50 pm IST)