Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વડોદરાના ઉંડેરા ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.93 લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:ધાર્મિક પ્રસંગે ઘર બંધ કરીને જૂનાગઢ ગયેલા પરિવારના મકાનને નિશાન બનાવી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા રૃપિયા મળીને કુલ ૧.૯૩ લાખ રૃપિયાની  મત્તા ચોરીને ફરાર થઇ ગઇ છે. 

ઉંડેરા ગામના આશાપુરી રેસિડેન્સીમાં રહેતા સુનિલકુમાર જયંતિભાઇ કઠવાડિયા આઇ.ઓ.સી.એલ.માં  ઓપરેટર  તરીકે નોકરી કરે છે. ગત ૨જી નવેમ્બરે પરિવાર સાથે તેઓ જૂનાગઢ ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તેમના ઘરના મુખ્ય દરવાજાના નકુચાને તોડીને ચોર ટોળકી  મકાનમાંથી ચોરી કરી ગઇ હતી. ચોરટોળકી મંદિરમાં મૂકેલી ચાંદીના વસ્તુઓ, પુજાની તલવાર, તેમજ રોકડા ૨૦ હજાર રૃપિયા લઇ ગઇ હતી. 

જ્યારે  બેડરૃમના કબાટમાંથી  સોનાના  પાટલા, ચેન, સેટ, બુંટી, મંગળસુત્ર, વીંટી ચોર ટોળકી લઇ ગઇ હતી.  જવાહરનગર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

(5:24 pm IST)