Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વડોદરાના સુભાનપુરામાં અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી પત્ની પર ત્રાસ ગુજારનાર પતિ સહીત સાસુ-સસરા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાનું પતિને કહેતી પત્નીને  ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. 

સુભાનપુરા શ્રી ફલેટમાં રહેતી વૈશાલી નામની  યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૮મા દિક્ષિત વિનોદભાઇ ભારતી (રહે.  અક્ષરસિટિ રતનપુર પેટ્રોલપંપ નજીક ડભોઇરોડ) સાથે થયા હતા. વૈશાલીએ પોલીસને જણાવ્યુ છે કે મારા  પતિ તેમની ગર્લફ્રેન્ડ નિધિને મોંઘી ગીફટ આપતા હતા. જેનો હું વિરોધ કરૃ તો મારા પતિ અને અન્ય સાસરિયાઓ ત્રાસ આપતા હતા. હું વારંવાર મારા પતિને નિધિ સાથેનો સંબંધ તોડી નાંખવાનું કહેતી હતી. પરંતુ તેઓ સુધરતા ન હતા.  મોડીરાત સુધી ઓનલાઇન રહી ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરતા હતા. મારા પતિના સંબંધોનો ભાંડો ફૂટતા તેણે એવું લખી આપ્યું હતું કે ''ભવિષ્યમાં હું નિધિ સાથે સંબંધ નહી રાખું.'' હું બપોરે  સૂઇ ના જઉ એટલે મારા સાસુ-સસરા મને એવું કહેતા હતા કે ઘરમાં ભૂતપ્રેત છે. 

જુલાઇ-૨૦૧૯માં મારે સાસરિયાઓ સાથે ખૂબ મોટો ઝઘડો થયો હતો. પરંતુ સમાજના પ્રતિષ્ઠિત લોકોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ મારા પર ત્રાસ ગુજારવાનું ચાલુ રાખ્યુ હતું અને વાર-તહેવારે દહેજની માંગણી કરતા હતા. એપ્રિલ ૨૦૨૦માં મને માર મારીને ઘરેથી કાઢી મુકી હતી. 

(5:23 pm IST)