Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમદાવાદ કોર્પોરેશનમાં અનેક ગરીબોના કાર્ડ હજુ સુધી જમા ન કરાવ્‍યાઃ કોર્પોરેટરોનો દાવો-અમે તો કાર્ડ જમા કરાવી દીધા

અમદાવાદઃ બીપીએલ કાર્ડ સામાન્ય રીતે ગરીબોને સરકારી મદદ કે સહાય માટે આપવામાં આવે છે, પરંતુ શહેરના કેટલાક કોર્પોરેટર એવા પણ છે જેમણે કોર્પોરેશન દ્વારા તેમને એક સમયે આપવામાં આવેલા બીપીએલ કાર્ડ જમા કરાવ્યા નથી.

બીપીએલ કાર્ડ જ છે ગરીબ માટે, પરંતુ હવે જો ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પોતે જ આ પ્રકારના બીપીએલ કાર્ડ લેવા માટે તો પછી આ ગરીબોનું શું. આ બીપીએલ કાર્ડધારકોને સરકારી સહાય આપવામાં આવે છે.

એક આરટીઆઇ મુજબ અમદાવાદ કોર્પોરેશનના ચાર કોર્પોરેટરોએ તકાળમાં બીપીએલ કાર્ડ કઢાવ્યા હતા, પરંતુ નગરસેવક તરીકે ચૂંટાવ્યા પછી તે જમા કરાવ્યા નથી.

આ અંગે 2018માં વિવાદ થયો ત્યારે સાબરમતીના કનુજી ટાકોર, અમરાઇવાડીના અશોક પરમાર અને બહેરામપુરાના સુમરા રહીમભાઈને સહિત નવ કોર્પોરેટરને બીપીએક કાર્ડ જમા કરાવવા તાકીદ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી ચાર કોર્પોરેટરોએ કાર્ડ જમા કરાવ્યા નથી.

કોર્પોરેટરોના કાર્ડ જમા કરાવવાના બાકી છે તેમા અમરાઇવાડી વોર્ડના કોંગ્રેસના સપના તોમર અને સૈજપુર બોઘા વોર્ડના કોંગ્રેસના ગોવિદંભાઈ પરમાર તથા અસારવા વોર્ડના ભાજપના ઇશ્વરભાઈ પટણી, ભાજપના ઇન્દ્રપુરી વોર્ડના કાશીબહેન પરમારનો સમાવેશ થાય છે. બીજી બાજુ કોર્પોરેટરોનો દાવો છે કે તેમણે આ કાર્ડ જમા કરાવી દીધો છે, પરંતુ કોર્પોરેશનના ચોપડે કાર્ડ જમા નથી. હવે સાચું શું છે.

(5:05 pm IST)