Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

SOU માટે તૈયાર થઈ રહ્યો છે ૮૦ કી.મી. રેલ્વેટ્રેક

૨૦ કરોડના ખર્ચે ભારતનું પ્રથમ અત્યાધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલ્વે ભવન ડિસેમ્બર સુધીમાં તૈયાર થઇ જશે

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. બસની સુવિધા સાથે સી પ્લેનની સુવિધા ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે, ૬૯૧ કરોડના ખર્ચ ૮૦ કિલોમીટરની રેલવે લાઈન અને રેલ્વે સ્ટેશન તૈયાર થશે. વડોદરાથી ડભોઈ ૩૯ કિલોમીટરની લાઈન તેમજ ડભોઈથી ચાંદોદ ૧૮ કિલોમીટરનો ટ્રેક તૈયાર થઈ ગયો છે. ચાંદોદથી કેવડિયા ૩૨ કિલો મીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે અને ડભોઈ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે કેવડિયાના અદ્યતન રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

૨૦ કરોડના ખર્ચે ભારતનું એકદમ આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશેઃ મનોજ કંસલે

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં કયાંય નહિં જોયું હોય તેવું કેવડિયાનું અદ્યતન સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાવર્િેસ્ટંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવન કામ પૂર્ણતાના આરે છે, આગામી ૨ માસમાં કામ પૂરું થશે અને રેલ્વે સેવા શરૂ થશે એવુ ટિવટ કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કર્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત ૬ જૂન ૧૯ના રોજ કરવામાં આવ્યું હતું. જેને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે, ૨૦ કરોડના ખર્ચે ભારતનું એકદમ આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશે, સ્ટેશનની છત પરથી ૨૦૦ કિલોવોટ સુધી વીજ ઉત્પાદન થવાનું સંભાવના છે. જેના માટે સોલાર પેનલો ગોઠવવામાં આવશે અદ્યતન રેલવે ભવન બનાવવાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં પૂર્ણ થશે. કેવડિયા ખાતે અદ્યતન સુવિધા સજ્જ રેલવે ભવન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે ડિસેબમ્બર-૨૦૨૦ના અંત સુધીમાં પૂર્ણ થશે જે વિશાળ રેલવે ભવન, મોટું જંકશન સાથે કર્મચારીઓનું સ્ટાફ કવાટર્સ, રેલવે મેન્ટેનન્સ વિભાગ સહિત વિભાગોના બિલ્ડીંગો બનાવવાની કામગરી ચાલી રહી છે. વધુમાં એમણે જણાવ્યું હતું કે કેવડિયા ખાતે બની રહેલા રેલવે ભવન ચાંદોદથી સીધી લાઈન જોઈન્ટ થશે. આ રેલવે લાઈન દેશની તમામ રેલ સેવા સાથે જોડવામાં આવશે. ડભોઇથી ચાંદોદ સુધીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. 

(2:59 pm IST)