Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ભાજપ અભ્યાસ વર્ગોની હારમાળા સર્જશે

આત્મનિર્ભર ભારત, સરકારની સિધ્ધીઓ, સોશ્યલ મીડિયાનો ઉપયોગ વગેરે વિષયો

રાજકોટ તા. ૯: ગુજરાતમાં દિવાળી પછી ભાજપ કાર્યકરો માટે અભ્યાસ વર્ગોની હારમાળા સર્જશે. રાજયમાં બે દિવસ સવારથી સાંજ સુધીના ૪૮૦ જેટલા વર્ગોનું સવારથી સાંજ સુધીના ૪૮૦ જેટલા વર્ગોનું આયોજન થઇ રહ્યું છે. જેમાં તાલુકા કક્ષા સુધીના કાર્યકરો અપેક્ષિત રહેશે. દરેક વર્ગમાં સરેરાશ ૧૦૦ કાર્યકરોને બોલાવાશે.

પાર્ટી સંગઠન અને સરકારને લગતા ૧૦ મુદ્દાઓ નકકી કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર અને રાજય સરકારની સિધ્ધીઓ, ર૦૧૪ પછી બદલાયેલું ભારત, ભાજપની વિચારધારા, સોશ્યલ મીડિયાનો ઉપયોગ, આત્મનિર્ભર ભારત વગેરેનો સમાવેશ થાય છે. પાર્ટીના આગેવાનો અને વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. દર શુક્ર, શનિ, રવિ પૈકી બે દિવસ સવારથી સાંજ સુધીના વર્ગો યોજાશે. ભાજપમાં કાર્યકરોમાં ઘડતર માટે સમયાંતરે અભ્યાસ વર્ગો યોજાતા રહે છે.

(11:40 am IST)