Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અદાણી ગ્રુપે અમદાવાદ એરપોર્ટનો કબ્જો મેળવતા પ્રથમ દિવસે જ ટર્મિનલ સુધી આવતા રિક્ષાચાલકોને કાઢી મૂક્યા

રિક્ષાચાલકોને કાઢી મુક્યાનું આ પગલું વિવાદાસ્પદ બન્યું

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ 50 વર્ષ માટે અદાણી ગ્રુપને હસ્તગત કરી દેવામાં આવ્યું છે. ત્યારે કેક કટિંગ સાથે ઔપચારિક ચાવીની આપ-લે પણ કરવામાં આવી હતી. ત્યારે પ્રથમ દિવસે જ ટર્મિનલ સુધી આવતા રિક્ષાચાલકોને કાઢી મૂક્યા હતા. આ પગલું વિવાદાસ્પદ બન્યું હતું. એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ્યા બાદ પેસેન્જર સુરક્ષાની જવાબદારી અગાઉની જેમ સીઆઈએસએફ પાસે જ રહેશે.પરંતુ ટર્મિનલ બિલ્ડિંગ બહાર સામેની તરફ તેમજ પેસેન્જરોને લેવા મુકવા આવતા વાહનોને લાઈનબદ્ધ કરવાની જવાબદારી ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સને સોંપાઈ છે.

અદાણી ગ્રુપે એરપોર્ટ પર કબ્જો મેળવતાની સાથે જ પ્રથમ દિવસે જ રિક્ષા ચાલકોને કાઢી મુક્યા હતા. અમદાવાદ એરપોર્ટ અદાણી ગ્રુપ 7 નવેમ્બરે ટેકઓવર કરે તે પહેલા મ્યુનિ. કોર્પોરેશને 22 કરોડ પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાનું જણાવી વહેલી તકે ટેક્સ ભરી દેવા એરપોર્ટ ઓથોરિટીને ચીમકી આપી હતી.પરંતુ એરપોર્ટ ઓથોરિટી આ પ્રોપર્ટી ટેક્સ ભરે તે પહેલાં જ શનિવારે અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટ હસ્તગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા નોટિસ મળ્યા બાદ 58 લાખ રૂપિયા ઉચક ભરી દેવામાં આવ્યા છે. જ્યારે ટેક્સની રકમમાં વિવાદ હોવાથી તેનું સેટલમેન્ટ થયા બાદ બાકીની રકમ ભરાય તેવી શક્યતા છે

(11:02 pm IST)