Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજપીપળાના શિક્ષિત યુવાને સોશ્યલ મીડિયામાં કોમી લાગણી દુભાવતી પોસ્ટ મુકતા વિવાદ :પોલીસે યુવાનને ઝડપી લીધો

રાજપીપળા :નર્મદા જિલ્લા પોલીસ સોશ્યલ મીડિયા મિનિટરિંગ સેલ  દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવતા તેમજ કોમી એખાલસતા તોડવા તથા જાતિય વર્ગ વિગ્રહ પેદા કરી વાતાવરણ ડોળવાના પ્રયાસો કરતા ઇસમો ઉપર વોચ રાખી તેમના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજપીપળાના વડીયા ખાતેની રંગ નગર સિસાયટીમાંં રહેતા એક ખાનગી કંપનીમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા સાગર પરમાર નામના યુવાને પોતાના ફેસબુક એકાઉન્ટમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવી પોસ્ટ મુકતા શહેરમાં વિવાદ થયો હતો.રાજપીપળા પોલીસ દ્વારા શહેરમાં વર્ગ વિગ્રહ પેદા થાય એ પેહલા જ સાગરભાઈ વસંતભાઇ પરમારને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા કિસ્સાઓ વધી રહ્યા છે.પોલીસ એવા તત્વો પર વોચ રાખી રહી છે.કોઈ પણ જાતિ-ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવી એ યોગ્ય નથી.નર્મદા પોલીસ કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેમજ કોમવાદ (વર્ગ વિગ્રહ) ઉભો થાય તેવા ગુનાઓ અટકાવવા સતત પ્રયત્નશીલ છે.

(9:19 pm IST)