Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

તિલકવાડાના એક ગામમાં સગીરાના બાળ લગ્નના આયોજનનું રેસ્ક્યુ કરી બાળકીને ચિલ્ડ્રન હોમમાં સોંપાઈ

નર્મદા બાળ લગ્ન પ્રતિબંધક કચેરીને ફરિયાદ મળતા બાળ લગ્ન થતા પહેલા જ અટકાવી દીકરીને ભરૂચ ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં હજુ પણ અમુક જગ્યા એ બાળ લગ્નનું દુષણ જોવા મળે છે પરંતુ આ બાબતની જણ થતાંજ બાળ લગ્ન પ્રતિબંધક કચેરી,નર્મદાની ટિમ તાત્કાલીક સ્થળ પર પહોંચી જરૂરી પગલાં લેતી હોય છે.ત્યારે હાલમા જ આવી એક ઘટના બનતા અટકાવાઈ હતી.
નર્મદા બાળ લગ્ન પ્રતિબંધક કચેરીના અધિકારી સુનિલ રાઠોડ,બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર અને અન્ય ટિમો એ તિલકવાડા તાલુકાના એક ગામમાં 16 વર્ષની સગીર વયની દીકરીના આગામી દિવસોમાં થવાની ફરિયાદ મળતા ટીમે બાળ લગ્ન બાબતે રેસ્ક્યુ કરી 16 વર્ષ ની બાળકીને બચાવી ભરુચ ખાતેના ગર્લ્સ ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપી હતી અને આ લગ્નનું આયોજન કરનારા બંને પરિવારોના વાલીઓને નોટિસ આપી કે જ્યાં સુધી લગ્ન ની પુખ્ત ઉંમર ન થાય ત્યાં સુધી લગ્ન નું આયોજન ન કરે
જોકે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સુનિલ રાઠોડએ જણાવ્યું હતું કે આવા પરિવારોને જો ખાલી ઠપકો આપી છોડી દેવાય તો આ પરિવારો સગીર ઉંમરે બાળકોના લગ્ન કરાવી દેતા હોય છે માટે સગીર દીકરીની સુરક્ષા અને ચિંતાના કારણે આવા કિસ્સાઓમાં અમે સગીર દીકરીઓને ચિલ્ડ્રન હોમમાં દાખલ કરતા હોય છે.અને આ કિસ્સામાં પણ અમે આમ જ કર્યું છે

(9:15 pm IST)