Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

દેડીયાપાડા,મોવી હાઇવે ઉપર ટ્રક -બાઈક વચ્ચે અકસ્માત થતા મહિલાનું કરૂણમોત

ટ્રકના પાછળના પૈડાંમાં ચકદાઇ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના દેડિયાપાડા મોવી હાઇવે માર્ગ ઉપર આજે સવારે પુરપાટ જતી એક ટ્રકે મો.સા.ને અડફ્ટમાં લેતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર અસલમ અજિજ શેખ,રહે. ઔરંગાબાદ પોતાના કબ્જામાની ટ્રક નં.MH.18.AA.7425 લઈ પુરપાટ જતો હતો એ દરમિયાન દેડિયાપાડા મોવી હાઇવે પર મો.સા.એંનફિલ્ડ નં.GJ.06.AN.4858 પર જતાં સચિન ધનસિંગભાઈ પૂર્તિ (રહે.વડોદરા )અને સાથે જતા અંકિતાબેન ગર્ગ પુરપાટ આવતી ટ્રક જોઈ ગભરાઈ જતા રોડ પર પડી જતાં ટ્રકના પાછળના પૈડાંમાં ચકદાઇ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દેડિયાપાડા પોલીસે ટ્રક ચાલક અસલમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:07 pm IST)