Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સુરતની શ્રીજી કોર્પોરેશનના ભાગીદારનો ૫૦ લાખનો ચેક રિટર્ન થતા ફરિયાદ : આરોપીને હાજર થવા આદેશ

રાજકોટ,તા. ૯: સુરતની પેઢી શ્રીજી કોર્પોરેસનના ભાગીદાર ગીરીશભાઈ મધુભાઈ હિદ્ડ રહે. અમરેલી એ આકાશ સ્ટીલ, રાજકોટ પાસેથી અવાર નવાર માલ મંગાવેલ જેના આખરી હિસાબ મુજબ આરોપી ગીરીશભાઈ હિદડ એ કુલ રૂ. ૫૫,૩૬,૧૯૧/- પુરા આપવાના હતા જેના અવેજ તરીકે આપેલ રૂ. ૫૦,૦૦,૦૦૦ નો ચેક રીટર્ન થતા આકાશ સ્ટીલના ભાગીદાર કેયુર પટેલ દ્વારા કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ - ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરતા કોર્ટે એ આરોપી સામે નોટીસ કાઢવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, આરોપીએ ફરિયાદીને કુલ રૂ.૫૫,૩૬,૧૯૧/- આપવાના હતા જે રકમ આરોપીએ થોડા સમય બાદ આપવાનું કહેલ. ત્યારબાદ ઘણી વખત અવાર-નવાર ફરિયાદીએ આરોપીને પેમેન્ટની યાદી આપતા આરોપીએ 'ધંધામાં પૈસા આવતા નથી તેથી હમણાં કાંઈ નહિ મળે, આવે તો આપીશ, રાહ જોવો બાકી થાય તે કરી લેજો' તેવી વાત કરી પોતાની જવાબદારીમાંથી છટકવા ગલ્લા-તલ્લા કરવા લાગેલ.

એથી ફરિયાદીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ વી. ગુન્હા સંબંધે આરોપી વિરુદ્ઘ તા.૧૮/૬/૨૦૧૯ ના રોજ અરજી કરેલ તે કામમાં સમાધાન થતા આરોપીએ ફરિયાદીને તા.૨૪/૬/૨૦૧૯ ના રોજ નોટરી રૂબરૂ અરસ પરસ સમજુતી કરાર કરી ૫૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પંચાવન લાખ પુરા આપવાની બાંહેધરી આપી તેમજ તે મુજબના ૬(છ) ચેકો આપેલ તે રકમ મેળવવા ફરીયાદીએ અવાર નવાર માંગણી કરેલ પરંતુ આરોપી દ્વારા રોજ અલગ અલગ બહાના જ આપવામાં આવતા તેમજ લખાણ તો કરી દીધું હવે શાંતિ રાખો તેમ કહી લોકડાઉન આવી જતા આરોપીએ જણાવેલ કે ઙ્કહમણાં કઈ થાય એમ નથી મારા પણ પૈસા કયાયથી આવતા નથી કે તમારા ચૂકવું જેથી ફરિયાદીએ રાહ જોયેલ પરંતુ આરોપીનો મલીન ઈરાદો ફકત આ પ્રકારે ફરિયાદીની લેણી રકમ ન આપવાનો જ હતો તેથી જ આ કરાર બાદ પણ આરોપીએ આજ દિન સુધી કોઈ રકમ આપેલ નહિ તેથી ફરિયાદીએ સૌ પ્રથમ વકીલશ્રી મારફત તા.૨૩/૦૬/૨૦૨૧ ના રોજ રજી. એ.ડી. દ્વારા આરોપીઓને ચેક મુજબની રકમ તેમના ખાતામાં જમા રાખવા લીગલ નોટીસ મોકલેલ જેથી આરોપીએ ફરિયાદીને ચેક જમા કરાવવા જણાવેલ જે ફરિયાદીએ તા. ૦૫/૦૭/૨૦૨૧ ના રોજ યશ બેંક લી. મેઈન બ્રાંચ રાજકોટના ખાતામાં જમા કરાવેલ. જે તમામ ૬(છ) ચેકો તા. ૦૬/૦૭/૨૦૨૧ ના રોજ “FUND INSUFFICIENT” ના શેરા સાથે પરત ફરેલ જેથી ફરિયાદીએ તેમના વકીલશ્રી મારફત લીગલ ડીમાન્ડ નોટીસ મોકલેલ જેનો આરોપીએ ઉડાઉ જવાબ આપેલ તેમજ ૧૫ દિવસમાં ફરિયાદીની લેણી રકમ ચુકવેલ નહિ.

આમ આરોપીએ નોટરી રૂબરૂ તા. ૨૪/૦૬/૨૦૧૯ ના રોજ અરસ-પરસ સમજુતી બાંહેધરી કરાર કરી ફરિયાદીને વચન, વિશ્વાસ અને ખાત્રી આપી જે ૬(છ) ચેકો આપેલ તે પરત ફરેલ તથા તે તમામ ચેકો ફરિયાદી ખાતામાં જમા કરાવશે તેવી આરોપીને જાણ હોવા છતાં આરોપી એ તેના ખાતામાં નાણાની વ્યવસ્થા ન રાખી તે ચેકો રીટર્ન કરાવેલ હોય તે આરોપીનું કૃત્ય ધી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ ની કલમ ૧૩૮ વિગેરે મુજબનો ગુન્હો બને છે જેની ફરિયાદીએ ના. કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ દ્વારા આરોપીને નોટીસ કરી ના. કોર્ટમાં હાજર થવા હુકમ કરવામાં આવેલ. ર્ંઆ કામમાં ફરીયાદી વતી પી. એમ. શાહ લો ફર્મ ના એડવોકેટ શ્રી પીયુશભાઇ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતેશભાઈ કથીરિયા, નીવીદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર રાજેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ સોલંકી, કિશનભાઈ ચાવડા, જીગ્નેશભાઈ ચાવડા રોકાયેલ હતા.

(3:11 pm IST)