Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ગાંધીનગરમાં બપોરના સમયે શેરથા નજીક એક જ કોમના બે જૂથ બાખડ્યા: સામસામે હુમલામાં ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર: જિલ્લામાં આમ તો નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ત્યારે આજે બપોરના સમયે શહેર નજીક આવેલા શેરથા ગામમાં ગરબા દરમ્યાન વીડીયો ઉતારવા જેવી બાબતમાં એક જ કોમના બે જુથ સામસામે આવી ગયા હતા. લાકડીઓ સાથે ઉતરી પડેલા ટોળાની અથડામણમાં ચાર વ્યક્તિ ઘાયલ થઈ હતી. જેમને સારવાર માટે ખસેડવામાં આવી હતી. તો આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ થતાં મોટો પોલીસ કાફલો ગામમાં ઉતારી દેવામાં આવ્યો હતો. હાલ બન્ને પક્ષે ફરિયાદ લેવાની કામગીરી ચાલી રહી છે. 

ગાંધીનગર જિલ્લામાં નવરાત્રી દરમ્યાન કયાંય પણ કોઈ મોટી અનિચ્છનિય ઘટના બનવા પામી નથી ત્યારે જિલ્લા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે. ત્યારે આજે બપોરના સમયે શહેર નજીક આવેલા શેરથા ગામમાં ધીંગાણુ સર્જાતાં પોલીસ દોડતી થઈ હતી. આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે શેરથા ગામે ઠાકોર સમાજના મહોલ્લા આગળ ગરબા ચાલુ હતા તે દરમ્યાન કેટલાક યુવાનો ગરબાનો વીડીયો ઉતારી રહયા હતા. જેના પગલે કેટલાક યુવાનોએ તેમને ટોકયા હતા અને વીડીયો નહીં ઉતારવા માટે કહયું હતું. જેના પગલે આ યુવાનો વચ્ચે માથાકુટ થઈ હતી અને તેના પગલે આ કોમના બન્ને જુથો સામસામે આવી ગયા હતા. થોડીવારમાં લાકડીઓ અને ધોકા સાથે મારામારી શરૂ થઈ જતાં સમરાંગણ જેવો માહોલ સર્જાયો હતો. 

(5:50 pm IST)