Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

રાજ્યમાં વરસાદે વિદાય લીધાના એંધાણ વચ્ચે કાળઝાળ ગરમીમાં સુરત અને જૂનાગઢ પંથકમાં વરસાદથી રાહત

વરસાદના અભાવે ખેડૂતોને પાક બળી જવાની ચિંતા :જળાશયોમાં પાણીના સ્તર ઓછા હોવાથી સમસ્યાસર્જાવાની ભીતિ

 

અમદાવાદ :રાજ્યમાં વરસાદે જાણે વિદાય લઈ લીધી હોય તેમ મોટાભાગના વિસ્તારમાં ભરઉનાળા જેવો માહોલ સર્જાયો છે,તેવામાં જૂનાગઢ અને સુરત જીલ્લામાંથી છૂટોછવાયો વરસાદ પડતા વિસ્તારના ખેડૂતોમાં ખુશીની મોજુ ફરી વળ્યું હતું.

   રાજ્યમાં ભરઉનાળા જેવો માહોલ છવાયો છે. એક-બે દિવસે રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસવાના સમાચાર મળી રહ્યા છે, પરંતુ મોટાભાગના વિસ્તારમાં જાણે વરસાદે એકદમ વિદાય લઈ લીધી હોય તેવો માહોલ છવાયો છે. ખેડૂતોને પોતાનો પાક બળી જાય તેની ચિંતા સતાવી રહી છે, તો જળાશયોમાં પાણીના સ્તરમાં પણ ઘટાડો થતા લોકોને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે તેની પણ ચિંતા સતાવી રહી છે.

(11:43 pm IST)