Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

પેટ્રોલ - ડિઝલના ભાવમાં ફરી વધારો : અમદાવાદમાં પેટ્રોલમાં ૨૧ અને ડિઝલમાં ૨૯ પૈસાનો વધારો

મુંબઇમાં પેટ્રોલ ૮૭.૭૩ તો ડીઝલમાં ૭૭.૬૮ પ્રતિલીટર ભાવ લાગુ થયો

અમદાવાદ તા. ૯ : સામાન્‍ય રાહત પણ કેન્‍દ્ર સરકારને જાણે રાજ' ન આવતી હોય તેમ સતત ચોથા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં વધારો જીકી નાખ્‍યો છે. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસા તો ડીઝલમાં ૩૧ પૈસાનો વધારો નોંધાયો છે. આમ મુંબઈમાં પેટ્રોલ ૮૭.૭૩ તો ડીઝલમાં ૭૭.૬૮ પ્રતિલીટર ભાવ લાગુ થયો છે.

દિલ્લીમાં પણ સમાન સ્‍થિતિ એક તરફ જોવા મળી રહી છે. અહી પેટ્રોલમાં ૨૩ પૈસા અને ડીઝલમાં ૨૯ પૈસાનો વધારો નોંધાયો છે. રાજયમાં અમદાવાદ શહેરમાં પણ પેટ્રોલમાં ૨૧ પૈસા તો ડીઝલમાં ૨૯ પૈસાનો વધારો નોંધાયો છે.

આમ અમદાવાદમાં પેટ્રોલ ૭૯.૨૧ રૂપિયા પ્રતિલીટર તો ડીઝલમાં ૭૭.૪૦ રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. વાહનચાલકોના આક્રોશ વચ્‍ચે સરકારે ૪ દિવસ અગાઉ આંશિક રાહત આપી હતી. પણ સતત ચોથા દિવસે ફરી એક વખત ભાવ વધારો લાગુ થતા. વાહનચાલકોમાં પણ રોષની લાગણી વધતા ભાવોને લઈ જોવા મળી રહી છે.

(11:02 am IST)