Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સુરતના કતારગામ જૂની જીઆઈડીસીમાં જુગાર રમતા બે ભાઈ સહીત 11 વેપારીને પોલીસે 1.32 લાખની રોકડ સાથે ઝડપી પાડયા

સુરત: શહેરના કતારગામ જૂની જીઆઈડીસીના એક ખાતામાં ત્રીજા માળે જુગાર રમતા બે સગા ભાઈ સહિત 11 વેપારી-રત્નકલાકારોને કતારગામ પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.1.32 લાખ અને 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે ગતસાંજે કતારગામ જુની જીઆઇડીસી ખાતા નં.એ/77 ના ત્રીજા માળે છાપો મારી ત્યાં જુગાર રમતા બે સગા ભાઈ સહિત 11 વેપારી અને રત્નકલાકારોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.1,32,060 અને રૂ.1.12 લાખની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,44,060 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી પણ એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાનું ભૂલી હતી.

(6:28 pm IST)