Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સુરતની મહારાષ્ટ્રમાં પરણાવેલી ગર્ભવતી યુવતીનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતા સાસરીઆઓ ઘરમાંથી કાઢી મુકી

યુવતીએ પતિ સાથે સાસરિયા વિરુદ્ધ દહેજ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી

સુરતઃ શહેરની યુવતીના એક વર્ષમાં મહારાષ્ટ્ર ખાતે લગ્ન થયા હતા જોકે લગ્ન જીવન દરમિયાન આ યુવતી ગર્ભવતી બની હતી. જોકે આ સમયે તબીબો દ્વારા મેડિકલ ચેકિંગ દરમિયાન ખબર પડી હતી કે આ યુવતી HIV પોઝિટિવ છે. બસ ત્યાર બાદ સાસરિયાઓએ આ યુવતીને માનસિક ત્રાસ આપી તેને મારવા લાગ્યા હતા. જોકે થડ દિવસ પહેલા તેને ઘરમાંથી કાઢી મુકતા આ યુવતી પોતાના પિયર સુરત ખાતે આવીને મહારાષ્ટ્રમાં રહેતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના ડીડોલી વિસ્તરમાં રહેતી યુવતીના લગ્ન કરવામાં આવ્યા હતા. જોકે પરિવારની રાજી ખુશીથી મહારાષ્ટ્રના શિંદખેડા ખાતે પરણાવવામાં આવી હતી. જકે લગ્ન બાદ પતિ પત્ની જીવન ખુશીઓથી ભરપુર હતું. ત્યારે આ આ યુવતી 2019 યુવતી ગર્ભવતી બની હતી. જેને લઈને પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો.

જોકે યુવતી ગર્ભવતી બની ત્યારે તબીબી દ્વારા તેના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કરવામાં આવેલા ટેસ્ટનો રિપોર્ટ HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે રિપોર્ટ આવતાની સાથે પરિવારમાં ખુશી છીનવાઈ ગઈ હતી. આ યુવતીને પરિવાર દ્વારા ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. સાસરિયાઓએ યુવતી સાથે મારઝૂડ કરવાનું શરું કર્યું હતું. અને તેને ઘરેથી કાઢી મૂકી હતી. આ ઉપરાંત સાસરીઆઓએ યુવતી ઉપર ત્રાસ ગુજારવાની તમામ હદો વટાવી દીધી હતી

દરમિયાન યુવતીને તું અહીંથી ચાલી જા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને દેહજમાં રૂપિયા અને સોનાની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકી હતી.

જેથી યુવતી પોતાના સુરત ખાતે આવેલા પિયરમાં આવી ગઈ હતી અને પોતાના પતિ સાથે સાસરિયા વિરુદ્ધ દહેજ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાને લઈને ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના પગલે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

(10:32 pm IST)