Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

નાંદોદના માંડણ ગામે કરજણ ડેમના પાણીમાં માછલી પકડવા ગયેલો યુવાન ડૂબી જતા મોત

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામમાં કરજણ ડેમના પાણીમાં માછલી પકડવા ગયેલો.નાનીચીખલી નો યુવાન ફુબી જતા મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ ના નાનીચીખલી ગામનાહરેન્દ્રભાઈ કલમસિંગભાઈ વસાવા (ઉ.વ.૩૫) ગતરોજ કરજણ ડેમમાં માછલી પકડવા માટે ઉંડા પાણીમાં જતા કરજણ ડેમના પાણીમાં ડુબી જતા તેનું મોત થયું હતું.આ બાબતે રાજપીપળા પોલીસે અ. મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(7:41 pm IST)