Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોના કહેર વચ્‍ચે અમદાવાદમાં બાપુનગર પોલીસ ટીમે બ્રાન્‍ડેડ કંપનીના બનાવટી માસ્‍કનો જથથો ઝડપી પાડયોઃ હર્ષ કોરાટ અને નિકુંટ પટેલની ધરપકડ

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે પણ ઠગો નો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. આવા ઠગોમાં જાણે કે સહેજ પણ માનવતા ના હોય તેમ ઠગાઈ કરીને લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા હોય તેમ બ્રાન્ડેડ કંપનીના બનાવટી માસ્કનું વેચાણ કરી રહ્યા છે. બાપુનગર પોલીસે લાખ્ખો રૂપિયાના બ્રાન્ડેડ કંપનીના બનાવટી માસ્કનો જથ્થો ઝડપી પાડયો છે. એટલું જ નહિ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

 કોરોનાનો કહેર વધી જતાં રાજ્ય સરકારે બહાર નીકળતી દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરીજીયાત બનાવ્યું છે. જો કે કેટલાક ઠગો જાણે કે આ નિર્ણય તેમના માટે કમાવાની તક લઈને આવ્યો હોય તેવું માની રહ્યા છે. અને બનાવટી માસ્કનો જથ્થો બજારમાં ઠાલવી રહ્યા છે. બાપુનગર પોલીસે વિસ્તાર માંથી 3M ૮૨૧૦ કંપનીના બનાવટી માસ્કનો જથ્થો પકડી પાડયો છે. જેની કિંમત રૂપિયા ૧૨ લાખ જેટલી થાય છે. હાલમાં પોલીસે આ જથ્થા સાથે નિકોલના રહેવાસી હર્ષ કોરાટ અને રાયપુરના રહેવાસી નિકુંજ પટેલની ધરપકડ કરી છે.

જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે આ રેઇડ દરમિયાન પોલીસ ને ૪૨ બોટલ વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓ આ બનાવટી માસ્કનો જથ્થો નિકોલના કલ્પેશ કોરાટ અને સુરતના અશ્વિન દુધત્રા પાસેથી ખરીદીને લાવ્યા છે. નિકુંજે  આ જથ્થો હર્ષ પાસેથી પ્રતિ નંગ રૂપિયા ૫૫માં ખરીદ્યો હતો. જો કે જેની બજાર કીમત રૂપિયા ૩૦૦ સુધી ની છે. હાલમાં પોલીસે મુખ્ય આરોપી અશ્વિન દુધાત્રાને પકડવા માટે એક ટીમ બનાવી છે. જ્યારે આરોપી ઓ કેટલા સમયથી આ બનાવટી માસ્કનું વેચાણ કોને કોને કરી રહ્યા હતા. આ તમામ બાબતોની તપાસ શરૂ કરી છે. જ્યારે પકડાયેલ આરોપી દારૂ નો જથ્થો શા માટે લાવ્યા હતા તે મામલે પણ વધુ તપાસ શરૂ કરી છે.

(4:34 pm IST)