Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વડોદરાના છાણીમાં ગણેશોત્સવમાં ડિજિટલી ડેકોરેશને ભક્તોમાં જમાવ્યું અનોખુ આકર્ષણ

ડિજિટલ દિવાલમાં વર્ચ્યુલ ઇફેકટથી કુદરતી સુંદર દ્રશ્યોનુ નિર્માણ

વડોદરામાં ગણેશોત્સવમાં ડિજિટલી ડેકોરેશન કરવામાં આવ્યુ છે. છાણી ગામમાં સામુહિક ગણેશોત્સવમાં અનોખું ડેકોરેશન કરવામાં આવ્યુ છે. ગણેશજીની માટીની મૂર્તિ પાછળ 18×16 ફૂટની ડિજિટલ દિવાલ ઉભી કરીને વર્ચ્યુલ ઇફેકટથી કુદરતી સુંદર દ્રશ્યોનુ નિર્માણ કરવામાં આવ્યું છે. ગણેશજી આકાશમાં વિહાર કરી સૃષ્ટિની ગતિવિધિ નિહાળી રહ્યા છે. પૃથ્વી પર મગર અને હાથી વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. હાથી મગરના મોમાંથી પોતાનો પગ છોડાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આ ડીજીટલ દ્રશ્યો ભક્તોનાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(9:15 pm IST)