Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અમદાવાદ જીલ્લાના જેતલપુર ઘામે જલઝીલણી અગિયારસનો મેળો ભરાયો

મોટી સંખ્યામાં નગરજનો અને આજુબાજુના ગામના લોકો નગરયાત્રામાં જોડાયા

( વંદના નીલકંઠ વાસુકિ યા દ્વારા )  વિરમગામ:અમદાવાદ જીલ્લાના જેતલપુર ઘામે જલઝીલણી અગિયારસનો મેળો ભરાયો હતો. દશક્રોઇ તાલુકાનાં ધાર્મિક ગામ તરીકે ઓળખાતું જેતલપુરધામ માં ખુબ જ સુંદર સ્વામિનારાયણ ભગવાનનું શિખરબંઘી મંદિર આવેલું છે. જલઝીલણી અગિયારસનાં શુભ દિવસે સ્વામિનારાયણ ભગવાન તેમજ રામજી ભગવાનને ગામ ને પાદરે આવેલ દેવસરોવર માં  (જળઅભિષેક )  સ્નાન કરવા માટે મંદિર નાં મહંત આત્મપકાશસ્વામિ તથા સંતો મહંતો તેમજ રામજીમંદિર નાં મહંત જગદિશ આચાર્ય તેમજ જેતલપુરધામનાં નગરજનો તથા આજુબાજુના ગામ નાં રહેવાશી મોટી સંખ્યામાં નગરયાત્રામાં જોડાઈને લાભ લીધો હતો

   . ત્યાર બાદ સમગ્ર જેતલપુર ગામ માં દરેક નાં ઘરે..ઘરે..ભગવાન ની પધરામણી કરવા માં આવતી હોવાથી દરેક નાં ઘરો સુંદર રીતે સણગારવા માં આવે છે અને આખુય જેતલપુર ગામ  આનંદ થીં જલઝીલણી અગિયારસ નો પ્રસંગ ઉજવ્યો હતો. ગામ ને પાદરે ભવ્ય મેળો ભરાયો હયો અને ગામ નાં તેમજ આજુબાજુના ગામ નાં રહેવાશી ઓ મોટી સંખ્યામાં મેળો માણ્યો હતો.

(7:59 pm IST)