Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

બોરસદ તાલુકાના શેરડી ગામે દલિત દંપતીને અપમાનિત કરી અપશબ્દો બોલી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ: તાલુકાના નાની શેરડી ગામે ગઈકાલે સાંજના સુમારે દલિત દંપત્તીને અપમાનિત કરીને ગમે તેવી ગાળો બોલી માર મારીને મહિલાની આબરૂ લેવાની કોશિષ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ભાદરણ પોલીસે એટ્રોસીટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી દિપકભાઈ ભીખાભાઈ ચૌહાણ (રોહિત)ગઈકાલે સાંજના છ વાગ્યાના સુમારે પોતાના મિત્ર સાથે કારમાં ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે પ્રાથમિક શાળા પાસે સાગરભાઈ ખોડાભાઈ રબારી બાઈક લઈને કારની આગળ ચલાવીને ગાડી પર થુંકી બન્ને હાથની બાયો ચઢાવીને આગળ આવ તેવો ઈશારો કર્યો હતો.

(5:38 pm IST)