Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સુરત: યુવતીનો ક્રેડિટ કાર્ડ હેક કરી ભેજાબાજે 19 હજારની ઠગાઈ આચરતા અરેરાટી

સુરત:અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતી યુવતીના ઇન્ડુસીંડ બેંકનો ક્રેડિટ કાર્ડ હેક કરી ભેજાબાજે પેટીમ દ્વારા અલગ-અલગ છ ટ્રાન્ઝેકશન કરી રૂ. 19648 ની મત્તા ઉપાડી લીધા હતા.

અઠવાલાઇન્સ પાર્લેપોઇન્ટના પ્રસ્થાન એપાર્ટમેન્ટમાં રહેતી રિયા ઉમેશ સંઘવીના ઘરે તા.5ના રોજ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેકશનનું બિલ આવ્યું હતું. બિલમાં રૃ.19648ના ટ્રાન્ઝેકશન દર્શાવ્યા હતા જે ટ્રાન્ઝેેકશન રિયાએ કર્યા ન હતા. જેથી તે અને તેની માતા આશીતા અને પિતા ઉમેશ સંઘવી ચોંકી ગયા હતા. બિલમાં રૂ.19648નું ઓનલાઇન પીટીએમ ટ્રાન્ઝેકશન તા. 29 ઓગસ્ટના રોજ બપોરે 2.09 કલાકથી 2.28 મિનિટ દરમિયાન કુલ 6 ટ્રાન્ઝેકશન થકી કરવામાં આવ્યું હતું.

(5:27 pm IST)