Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સુરતમાં મહિલાઓ પાસે જોબવર્ક કરાવી 20.80 લાખની ઠગાઈ આચરી પેમેન્ટ ન ચુકવનાર વેપારી સહીત ભાગીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં જોબવર્ક કરાવી ચાર વેપૌરીને પેમેન્ટ નહીં ચુકવી રૃ.20.80 લાખની ઠગાઇ કરનાર  ચલથાણના વેપારી અને તેના ભાગીદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. શરૃઆતમાં સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યા બાદ વિશ્વાસઘાત કર્યો હતો.

વરાછા હીરાબાગનના વિટ્વલ નગરમાં રહેતા શામજી પરસોત્તમ ગુજરાતી વરાછા ઉમિયાધામ મંદિર નજીક ગોથાણ ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે. બે વર્ષ અગાઉ વરાછા જુની બોમ્બે માર્કેટની બાજુમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં દિનેશ ટેક્સટાઇલ નામે વ્યવસાય કરતા દિનેશ પ્રતાપપુરી ગોસ્વામી (રહે.શિવસાંઇ રેસીડેન્સીચલથાણ રેલવે ફાટક પાસે) સાથે પરિચય થયો હતો. દિનેશે શરૃઆતમાં પ્લેન સાડી પર એમ્બ્રોઇડરી વર્કનો ઓર્ડર આપી સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ કેળવી લીધો હતો.

(5:25 pm IST)