Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અમદાવાદ:સરકારી કચેરીમાં ગાડી ભાડે મુકવાનું કહી ત્રણ શખ્સોએ ગોતાના રહેવાસીઓ પાસેથી 35 જેટલી કાર ભાડે મૂકી ઠગાઈ આચરતા ચકચાર

અમદાવાદ:લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે એ કહેવતને સાર્થક કરતા બનાવમાં સરકારી કચેરીઓમાં કામગીરી  માટે ગાડીઓ ભાડે મુકવાની છે કહીને ત્રણ શખ્સોએ ગોતાના રહેવાસી અને અન્ય લોકો પાસેથી ૩૦થી ૩૫ ગાડીઓ ભાડે લીધી હતી. જોકે આરોપીઓએ આ ગાડીઓ ગિરવે મુકીને ભાડુ કે ગાડી પરત ન કરતા તેમની સામે સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત મુજબ ગોતામાં મહાત્મા ગાંધી વસાહતમાં રહેતા અને ડ્રાઈવિંગ  નું કામ કરતા રઘુભાઈ વી.ભરવાડ બે ઈકો કાર ધરાવે છે. ૧ મેના રોજ રઘુભાઈ તેમના મિત્ર દિલીપભાઈ સાથે ગોતા બ્રિજ નીચે લારી પર ચોળાફળી ખાવા ગયા હતા. જ્યાં તેમની ઓળખ ઈકો કાર લઈને આવેલા બળવંત સોલંકી અને ધમો ઠાકોર સાથે થઈ હતી. તેમણે બળવંત સોલંકીને ઈકો કાર સેકન્ડમાં આપવાની હોય તો કહેજો એમ જણાવ્યું હતું. બળવંતે તે ગાડીઓની લે વેચ નહી પણ ઈકો તથા બીજી ફોરવ્હીલ કારનો ગાંધીનગર બી.એસ.એન.એલ કંપનીમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને આ કંપનીમા ગાડીઓ કોન્ટ્રાક્ટ પર આપી અમારો ડ્રાઈવર રાખીએ છીએ. જેમાં કારના માલિકને દરરોજમા રૃ.૧,૦૦૦ આપીએ છીએ અને એડવાન્સમાં રૃ.૧૦,૦૦૦ આપીએ છીએ, એમ કહ્યું હતું.

(5:19 pm IST)