Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

ગુજરાતમાં મેઘસવારી યથાવતઃ મૌસમનો ૧૧૦% વરસાદ

નર્મદા ડેમે સર કરી ઐતિહાસીક સપાટી : ઉકાઇ ડેમ ૩૪૦ ફુટ નજીક : ર૦પ ડેમમાં ૮૪૭ થી વધુ પાણી ભરાયુ : ગુજરાત રાજયમાં સૌપ્રથમવાર ર૧ લાખ કરોડ લીટર પાણી સંગ્રહ ઝરમરથી ૬ ઇંચ સુધીનો વરસાદ

વાપી તા. ૯ :.. ચોમાસાની સીઝનમાં રાજયના અનેક વિસ્તારોમાં ઝરમર ઝાપટાથી લઇ ૬ ઇંચ સુધીની મેઘરાજા મહેર વરસાવી રહયા છે.

સૌરાષ્ટ્ર હોય કે દ. ગુજરાત-કચ્છ હોય કે હોય ઉ.ગુજરાત કે પછી હોય પુર્વ અને મધ્ય ગુજરાત દરેક વિસ્તારમં વારા ફરતી વારા સતત મહેર વરસાવી રહયા છે. એટલું જ નહિ હજુ પણ ખમૈયા કરવાના મુડમાં જણાતો નથી.

જેને પગલે આજ સવાર સુધીના આંકડા અનુસાર રાજયમાં સીઝનનો કુલ ૧૧૦ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. એટલું જ નહિ મેઘરાજાની મહેરની સાથે સાથે વરસાદ ઉપરાંત પાડોશી રાજયોમાંથી છોડાઇ રહેલ મોટી માત્રામં પાણીની આવકને પગલે રાજયમાં કદાચ પ્રથમ વખત મોટા માત્રામાં પાણીનો સંગ્રહ થયો જણાય છે. રાજયના ર૦પ ડેમોમાં આશરે ૮૪ ટકા જેટલું પાણી ભરાયું છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધમાં કેપેસીટી વધાયો બાદ રાજયમાં પ્રથમ વખત હાલમાં ર૧,૦૦૦ એમસીએમ એટલે કે ર૧ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ જ સમયે આપણી પાસે માત્ર આશરે ૧૪ લાખ કરોડ લીટર પાણીનો જ સંગ્રહ હતો. એટલે કે ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે પીવાના પાણીની કે પાકના પાણીની સમસ્યા નહિ રહે.

રાજયના મોટાભગના જળાશયો હિલોળા લઇ રહ્યા ે. નર્મદા ડેમ ઐતિહાસીક સપાટીએ પહોંચ્યો છે. ઉકાઇ ડેમ ૩૪૦ ફુટ નજીક પહોંચ્યો છે. ગોલ્ડન બ્રીજ પણ ભરપુર વહી રહ્યો છે. તથા મધુબન ડેમમાંથી પણ પાણી છોડાઇ રહયું છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડા સૌ પ્રથમ કચ્છ પંથકમાં ભચાઉ ર૪ મી. મી., ભુજ ર૩ મી. મી., મુંદ્રા ર૩ મી. મી. અને નખત્રાણા ૭૯ મી. મી., જયારે ઉ.ગુજરાત પંથકમાં જોઇએ તો પાટણ જીલ્લાના તાલુકાઓમાં પાટણ ૧પ મી. મી.  અને સરસ્વતી ૧ર મી.મી. વરસાદ નોંધાયેલ છે.

બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં દાતા ર૪ મી. મી. વડગામ ૧૧ મી. મી. અને પાલનપુર ર૪ મી. મી. તો મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં કડી ૧૭ મી. મી. તથા સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં ઇડર ૧૦ મી. મી. પોસીના ૧૯ મી. મી. અને વડાલી ૧પ મી. મી.  તો અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં ભીલોડા ર૩ મી. મી. તથા ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં દેગામ ૧૪ મી. મી. કલોલ ૧૧ મી. મી. અને ગાંધીનગર રર મી. મી. વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અહીં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમં ધંધુકા ૧ર મી. મી., ધોળકા ૧ર મી. મી. અને સાણંદ ૧પ મી. મી., તો ખેડા જીલ્લાના તાલુકાઓમાં માતર ૧પ મી. મી., તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં વડોદરા ૧ર મી. મી. અને વાઘોડીયા ૧૦ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ગોધરા ૧૩ મી. મી., મોરવા હડપ ૧૦ મી. મી., અને સહેરા રપ મી. મી., તો મહીસાગર જીલ્લાના તાલુકાઓમં સંતરામપુર ૪ર મી. મી., અને દાહોદ જીલ્લાના તાલુકાઓમાં ફતેપુરા - ગરબડા ર૦ - ર૦ મી. મી. અને દાહો ૧૧ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

દ.ગુજરાત પંથકમાં તો અહી ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં ૧૬ મી.મી. અને વાગરા રર મી.મી. તો તાપી જીલ્લાના તાલુકામાં નિઝર ૧૧ મી.મી. સોનગઢ ૧૪ મી.મી. વ્યારા ૧૯ મી.મી. અને ડોલવણ ૬૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૩૦ મી.મી. ચોર્યાસી અને મહુવા ૧પ-૧પ મી.મી. અને ઓલપાડ ર૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાને ચીખલી ૧૦૪ મી.મી. ગણદેવી ૪૮ મી.મી. જલ્લાપોર ર૮ મી.મી. ખેરગામ ૭૭ મી.મી. નવસારી રપ મી.મી. અને વાસદા પ૮ મી.મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં વધઇ ૧૩ મી.મી. વરસાદ નોધાયેલા છે.

વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ર૬ મી.મી. કપરાડા અને પારડી ૬૩- મી.મી. ઉમરગામ ૪૪ મી.મી. વલસાડ ૮૩ મી.મી. અને વાપી ૭૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નર્મદાડેમે ૧૩૬ મીટરની ઐતિહાસીક સપાટીને પાર કરી છે જયારે ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૯.૭૦ ફુટે પહોંચી છે ડેમમાં પપ,૭૬ર કયુસેક પાણી છોડાઇ રહયું છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાત સહિત રાજયના કેટલાક વિસ્તારમાં મેઘરાજા આજે સવારથી વનડે બેટીંગ કરવામાં મુડમાં હોય તેમ જણાઇ રહ્યું છે.

(1:13 pm IST)