Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

જામનગરમાં ચાર કલાકમાં ચાર ઇંચ ખાબક્યો : મોરારીબાપુના કથા મંડપમાં  અફરાતફરી : અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી

જામનગર : જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર, કાલાવડ તેમજ જામનગર શહેરમાં મોડી સાંજથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. મોરારીબાપુના કથા મંડપમાં પણ વરસાદના કારણે દોડધામ મચી હતી.

જામનગર જિલ્લામાં મેઘરાજા મહેર વરસાવી રહયાં છે. શનિવારે સાંજથી મુશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. ચાર કલાકમાં જ ચાર ઇંચથી વધારે વરસાદ વરસી જતાં જામનગર શહેરમાં રજવાડી સમયનું રણમલ તળાવ પણ ભરાઈ જવા પામ્યું છે જેના કારણે તળાવના દરવાજાઓ ખોલવાની તંત્રને ફરજ પડી છે.

 જિલ્લાના ઊંડે એક , આજી 3 તેમજ સસોઈ ડેમ અને રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયા હતા જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારો ગુલાબનગર યોગેશ્વર પાર્ક દિગ્વિજય પ્લોટ તેમજ જયશ્રી ટોકીઝ પાસે ગોઠણડૂબ પાણી ભરાતા શહેરીજનોએ પસાર થવું મુશ્કેલ બન્યું છે.

જામનગરમાં ભારે વરસાદના કારણે કથાકાર મોરારિબાપુની માનસ કથામાં પણ વરસાદની અસર જોવા મળી હતી. સભામંડપમાં અનેક જગ્યાઓએથી પાણી પડતાં રામાયણની કથા સાંભળવા આવેલા ભક્તોમાં પણ અફડા-તફડી મચી જવા પામી હતી મંડપમાં અનેક જગ્યાઓથી પાણી પડતા ખુદ મોરારીબાપુએ પણ લોકોને વ્યાસપીઠ ઉપરથી સંયમ જાળવવા અને વરસાદથી બચી તુરંત ઘરે પહોંચી જવા માટે અપીલ કરી હતી.

(12:10 am IST)
  • ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સારો વરસાદ પડ્યો છે. મોડીરાત્રે લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ હોવાનું અમારા ગાંધીનગરના પ્રતિનિધિ અશ્વિન વ્યાસ જણાવે છે. access_time 11:40 pm IST

  • કચ્છ અને અડધા સૌરાષ્ટ્ર ઉપર બપોર પછી ૪.૩૦ આસપાસ લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ઘટાટોપ વાદળાના ખડકલા જોવા મળે છે. મોરબી ટંકારા ધ્રોલ પંથકમાં અનરાધાર વરસાદ અને વીજળીના લબકરા જોવા મળે છે. access_time 5:52 pm IST

  • " ચંદ્રયાન 2 " અંતરિક્ષ જગત માટે ગૌરવની બાબત છે : પાકિસ્તાનના સૌપ્રથમ એસ્ટ્રોનેટ મહિલા નમીરા સલીમે ખેલદિલી પૂર્વક ભારતના સાહસને બિરદાવ્યું access_time 6:43 pm IST