Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાને સંખ્યાબંધ વિકાસકામોની ભેટ મળી

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લા માં રૂ.૫૯૮.૪૨ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન :અંબાજી યાત્રાધામને જોડતા રસ્તાીઓ ફોરલેન બનવાથી યાત્રિકોને અને આ વિસ્તા્રના લોકોને બહુ ઉપયોગી નિવડશે: નીતિનભાઇ પટેલ

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે માર્ગ અને મકાન, નેશનલ હાઈવે અને આરોગ્ય વિભાગના રૂ. ૫૯૮.૪૨ કરોડના ૧૬ જેટલાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
  આ પ્રસંગે નાયબ મુખ્યનમંત્રીએ મિડીયાને  જણાવ્યું  હતું કે, સૌનો સાથ.. સૌનો વિકાસ..સૂત્રના આધારે અમારી સરકાર વિકાસયાત્રાને સફળતાપૂર્વક આગળ વધારી રહી છે. તેમણે કહ્યું કે આ સરકાર જે કહે છે તે કરી બતાવે છે. સર્વાંગી વિકાસ સાથે પ્રજાની સુવિધા અને સુખાકારી વધારવા અમારી સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબધ્ધ છે.      
  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજયના યાત્રાધામોના રસ્તાઓને ચારમાર્ગીય કરવા વર્ષ-૨૦૧૫-૧૬ના વિધાનસભા બજેટમાં રજુ કરી જાહેરાત કરવામાં આવી હતી તે અનુસાર અંબાજી યાત્રાધામને જોડતા રસ્તાાઓ પાલનપુર- દાંતા- અંબાજી, વિસનગર- ખેરાલુ-આંબાઘાંટા- દાંતા- અંબાજી અને હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા- ખેરોજ- અંબાજી રસ્તાચઓ પૈકી દાંતાથી અંબાજી સિવાયના તમામ રસ્તાાઓને ફોરલેન બનાવવાનું કામ પૂર્ણ થયું છે. વન વિભાગ તરફથી જરૂરી મંજુરીઓ સત્વરે આપી દેવા બદલ નાયબ મુખ્યનમંત્રીશ્રીએ વન વિભાગનો પણ આભાર માન્યો  હતો. નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ફોરલેન રસ્તાાઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળશે તે સાથે આ વિસ્તા‍રના લોકોને ફોરલેન રસ્તા ઓ બહુ ઉપયોગ નિવડશે અને આ વિસ્તારની વિકાસકૂચ ઝડપી બનશે.        
  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે મુખ્યપમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજયની વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. અંબાજી હોસ્પીટલને કાર્યરત કરી દેવામાં આવી છે તેમજ પુરતા પ્રમાણમાં ડોકટરો સહિત સ્ટાફ મુકવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ કે, આજે વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાોને સંખ્યાબંધ વિકાસકામોની ભેટ મળી છે.                
  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજયમાં ખુબ સારો વરસાદ થાય,  કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય અને લોકોની સુખ-સમૃધ્ધિામાં વધારો થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. શ્રાવણ માસમાં આવતા તહેવારોની ઉજવણી પ્રસંગે માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટનન્સ. જાળવવા તેમણે પ્રજાને અનુરોધ કર્યો છે.       
  પ્રારંભમાં દાંતા મુકામે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે માર્ગ અને મકાન વિભાગ તથા આરોગ્ય વિભાગના કામોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં દાંતાથી પાલનપુરનો ફોરલેન રસ્તો, દાંતાથી આંબાઘાટ ફોરલેન રસ્તાનું લોકાર્પણ તથા દાંતા તાલુકાના મોટાસડા અને હડાદ ખાતે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતુ. ત્યારબાદ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે હિંમતનગર- ખેરોજ- અંબાજી ફોરલેન રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું  હતુ..
  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દાંતાથી અંબાજી ફોરલેન રસ્તાની ચાલતી કામગીરીનું  ત્રિશુળીયા ઘાટ પર નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી. અંબાજી મુકામે વિકાસકામોના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મા અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.


   પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે રૂ.૧૬૬ કરોડના ખર્ચે ગુજરાતનો વિશિષ્ટ. રેલ્વે ઓવરબ્રિજ બનશે


પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે રૂ. ૧૬૬.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગુજરાતના વિશિષ્ટો રેલ્વે ઓવરબ્રિજનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કર્યુ હતું. આ ઉપરાંત છાપી અને જગણા રેલ્વે ઓવરબ્રિજ તથા થરાદ અને લાખણી વિશ્રામગૃહનું નાયબ મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યુ હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલ રેલ્વે ફાટક હાલમાં દિવસમાં ૫૮ વખત બંધ કરવામાં આવે છે. અહીંથી દિલ્હી-મુંબઇ કોરીડોર પસાર થવાથી રેલ્વેની માલગાડીઓ માટે ૪ લેન રેલ્વે ટ્રેક બનાવવાની કામગીરી ચાલું છે. જેથી આગામી દિવસોની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ત્રણ બાજુથી અવર-જવર કરી શકાય તેવો ગુજરાતનો વિશિષ્ટ  રેલ્વે ઓવરબ્રિજ બનશે. જેનાથી પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારી શકાશે.  
         
આ પ્રસંગે બનાસકાંઠા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી શશીકાંતભાઇ પંડ્યા, શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી શિવાભાઇ ભૂરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી, પૂર્વ મંત્રીશ્રી કેશાજી ચૌહાણ, માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એસ. બી. વસાવા, કલેકટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ, આસી. કલેક્ટરશ્રી પ્રશાંત ઝીલોવા, મુખ્ય ઇજનેરશ્રી પટેલીયા, કાર્યપાલક ઇજનેરશ્રી પંડ્યા સહિત અધિકારીઓ, અગ્રણીઓ સર્વશ્રી લાલજીભાઇ પ્રજાપતિ, શ્રી ભગુભાઇ કુગશીયા, શ્રીમતી કુમુદબેન જોષી સહિત સારી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(7:04 pm IST)