Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 107 તાલુકામાં વરસાદ : સૌથી વધુ ઉમરપાડામાં 1.9 ઈંચ

રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 107 તાલુકમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો હતો. ઉમરપાડામાં 1.9 ઈંચ વરસાદ પડ્યો હતો.
          સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 1.9 ઇંચ, બનાસકાંઠાના  દિયોદર - 1.8 ઇંચ,વડગામમાં  1.7 ઇંચ,સુરતમાં માંડવીમાં  1.7 ઇંચ, પાટણ - સિધ્ધપુર - 1.6 ઇંચ, રાધનપુરમાં 1,4 ઇંચ ધનસુરામાં 1.4 ઇંચ,ગાંધીનગરના કલોલ અને સાબરકાંઠાના તલોદમાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે

(5:35 pm IST)