Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

વલસાડમાં પાર્કિગનો રાફડો : શહેર પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી

ભુલાભાઈ સર્કલની ફરતે વાહનોના ખડકલાઓ : જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા કાર્યવાહીના આદેશ આપે તો શહેર પોલીસ આળસ ખંખેરી કાર્યવાહી કરશો

(કાર્તિક બાવીશી )વલસાડના ટ્રાફિક થી સતત ધમધમતા સ્ટેશન રોડ ઉપર કલ્યાણ બાગ સામે આવેલું અને 1990માં નિર્માણ કરાયેલા ભુલાભાઈ સર્કલની ફરતે પાલિકા અને શહેર પોલીસની નિષ્ક્રિયતાના પગલે વાહનોના ખડકલાઓનું સર્કલ બની ચૂક્યું છે.નજીકના શોપીંગ કોમ્પ્લેક્સમાં ઓફીસ કે દુકાન ધરાવતા વાહન માલિકો પોતાના વાહનો સર્કલ ફરતે માર્ગને અડચણરૂપ સવારથી સાંજ સુધી મૂકી જતા સમસ્યા સાથે ટર્ન મારતા ચાલકોને અકસ્માતની ઘટના બની રહી છે.પોલીસ તંત્ર કાર્યવાહી  કરે તેવી માંગ છે આ સર્કલ અકસ્માતને આમંત્રણ આપતું સર્કલ કહી તો નવાઈ નહી.વાહન પાર્ક કરનાર વિરુદ્ધ કડક વલણ અપનાવે તેવી લોકોની માંગ જયારે માસ્કના દંડ માટે બાહુબલી બની જતી પોલીસને આ સર્કલ પાસે પાર્કિંગ નથી દેખાતું એવી ચર્ચાએ જોર પકડ્યું છે. સ્વચ્છત છબી અને કામ લેનાર અધિકારીની છાપ ધરાવતા વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ કાર્યવાહીના આદેશ આપે તે જરૂરી છે.

(2:39 pm IST)