Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

નર્મદા જિલ્લામાં કોરોના સર્વેની કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓની ફરજ જોખમી : ચાલુ વરસાદે મામુલી માસ્ક સાથે ફિલ્ડ વર્ક

રાજપીપળા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી કોરોનાનું સર્વે કરતા મેલ-ફિમેલ કર્મચારીઓ ચાલુ વરસાદ માં પણ મામુલી માસ્ક પહેરી કામ કરવા મજબુર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ કોરોના ના કેસ વધતા નજરે પડી રહ્યાં છે ત્યારે તંત્રના અધિકારીઓ મોંઘાદાટ માસ્ક પહેરી પોતાની ચેમ્બરોમાં બેસી જે નાના કર્મચારીઓને ફિલ્ડ વર્કમાં મોકલે છે તે કર્મચારીઓની હાલત હાલ જોખમી જણાઈ રહી છે.કેમકે ચેમ્બરોમા બેસી સર્વે કામગીરીના ઓર્ડર કરતા ઉચ્ચ અધિકારીઓ તો મોંઘા માસ્ક પહેરી પોતાની કચેરીઓ માં બેસતા હોય છે અને ક્યારેક જ ફિલ્ડ માં જતા હોય પરંતુ લોકોમાં ઘરે ઘરે જઈ સર્વે નું કામ કરતા નાના કર્મચારીઓ ચાલુ વરસાદમાં પણ સર્વે કરતા હોય ત્યારે તેમને અપાય છે મોઢા ઉપર પહેરવાનું એક મામુલી માસ્ક..?!! શુ આવા માસ્ક થી આ ફિલ્ડવર્ક કરતા કર્મીઓ ને કોરોના સંક્રમણ નો ખતરો અટકી શકશે...?? 

જોકે અત્યાર સુધી કયું માસ્ક ખરેખર વાયરસ માટે યોગ્ય કહેવાય તે બાબતે આરોગ્ય વિભાગ પણ યોગ્ય જાણકારી આપી શક્યું નથી જેના કારણે આમ જનતા તેમજ આરોગ્ય ના કર્મચારીઓ પણ મામુલી માસ્ક નો ઉપયોગ કરી પોતાને સુરક્ષિત સમજે છે તેવા સંજોગો માં તંત્ર એ વાયરસ થી બચાવ કરતા કયા માસ્ક છે તે પુરવાર કરી ફક્ત એજ માસ્ક ફિલ્ડ વર્ક કરતા કર્મચારીઓ ને આપવા જોઇયે નહિ તો એક બાદ એક આરોગ્ય ના નાના કર્મચારીઓ કોરોના ની લપેટ માં આવતા જશે.

(3:58 pm IST)