Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

આંબાજગલ ગામમાં 4500ની વસ્તી અને 12 ફળીયા ધરાવતા અને આશરે 3000 મતદારો ધરાવતા ગામને સ્થાનિક રાજકારણીઓ એ માત્ર ચૂંટણી સમયેજ યાદ કરતા સમસ્યા યથાવત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકોના આંબાજગલ ગામમાં રોડ રસ્તા બેકાર હાલતમાં : તંત્ર તમાશો જોવે છે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબાજગલ ગામમાં રાજકીય નેતાઓ નારિયેળ ફોડી ગયા પરંતુ રસ્તો નહિ બનતા ગ્રામજનો ભર ચોમાસે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.4500ની વસ્તી અને 12 ફળીયા ધરાવતા અને આશરે  3000 મતદારો ધરાવતા ગામને સ્થાનિક રાજકારણીઓ એ માત્ર ચૂંટણી સમયેજ યાદ કરતા સમસ્યા યથાવત રહી છે. 

  સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડામાં પેટા ચૂંટણીના પડઘમ વચચે  વિકાસની વાતો હાલે ચૂંટણી પ્રચારમાં ચાલી રહી છે.તેવા સમયે  આતરિયાલ આંબા જંગલ ગામના લોકો વિકાસથી દૂર છે. ખરાબ રસ્તાઓને લઈ લોકોની  કફોડી હાલત થઈ છે,બાળકો ને શાળાએ તેમજ લોકોને દવાખાને તેમજ કામ માટે ખેતી કરવા તેમજ રોજગારી કામે જવા માટે 4 કિલો મીટર થી વધુ અવરજવર માટે ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ રસ્તા અંગે કરેલી તમામ રજુઆત ફાઈલોમાં અટવાઈ છે.જેથી જો રસ્તાની મુશ્કેલી દૂર ન થાય તો પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન ગ્રામજનોએ બનાવ્યું છે. 

  સામાજિક કાર્યકર જ્યેન્દ્ર ગાંવિતએ જણાવ્યું કે ગામની મુલાકાત લેતા આઝાદી ના વર્ષો બાદ પણ ગામમાં રસ્તા સહિતની મુશ્કેલી યથાવત છે.ગ્રામજનોએ પણ મને ફરિયાદ કરી છે. તો રસ્તો ન બને તો  પેટા ચૂંટણી નો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાની તૈયારીઓ પણ બતાવી છે.

(2:37 pm IST)