Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

વલસાડ જિલ્લામાં રેમન્ડ કંપની સામે હાઈવે પર ટ્રાફિકની પારાવાર સમસ્યા: રસ્તાની હાલત માથાના દુઃખાવા સમાન

રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા , રસ્તાથી લોકો પરેશાન, ત્રણ કિલોમીટરની લાંબી કતારો , રસ્તાનું સમારકામ જરૂરી , ટ્રાફિક પોલીસ હોવા જરૂરી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાનારેમન્ડ કંપની પાસે હાઈવે પર ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.એક્સપ્રેસ હાઈવે પર બ્રીજ બની રહ્યા છે એ સારી વાત છે પણ બાજુના ભાગે જતા રસ્તાની દશા એ લોકોને કમરના દુઃખાવા કર્યા છે.હાઈવે પર ત્રણ કિલોમીટરના ટ્રાફિકથી લોકો વરસતા વરસાદમાં પરેશાન થયા હતા. જ્યારે કંટ્રોલમાં ફોન કરતા પોલીસના જવાનોએ આવી રસ્તો ખાલી કરાવ્યો હતો.વલસાડમાં થી વાપી અવર જવર કરનાર લોકો પરેશાન થઈ રહ્યા છે.રસ્તાનું સમારકામ જરૂરી છે જો આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાઓ વધશે એમા શંકા ને સ્થાન નથી.

(9:17 pm IST)