Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કુલ 300 બેડ : આગ જેવીઘટનાને પહોંચી વળવા ફાયર સેફ્ટીની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :અમદાવાદમાં બનેલી શ્રેય હોસ્પિટલની ગોઝારી ઘટનામાં 8 લોકોના આગ લાગવાથી મોત થયા હતા જેને પગલે દરેક જિલ્લામાં ફાયર સેફટીની સુવિધા અંગે સવાલો ઉઠ્યા છે જોકે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલ માં કુલ 300 બેડ છે આગ જેવી ઘટના બને તો તેને પોહચી વળવા વલસાડ સિવિલમાં ફાયર સેફ્ટીની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે

 નવી સિવિલમાં બનાવવામાં આવેલા વિશેષ રૂમમાં પણ ફાયર એક્સટેન્ડયુસર તેમજ આઠ માળ સુધી ના બિલ્ડિંગમાં ફાયર hydrant system ની અધ્યતન વ્યવસ્થા ઉપલબ્ધ છે જેથી કરીને આગ જેવી ઘટના બને ત્યારે તુરંત તેના ઉપર કાબૂ મેળવી શકાય જ્યારે વલસાડ જિલ્લાની ૧૨ જેટલી ખાનગી હોસ્પિટલો દ્વારા પણ નગરપાલિકાના ફાયર વિભાગ પાસે વિશેષ પરવાનગી મેળવવામાં આવી છે અને દરેક જગ્યા ઉપર ફાયર સેફટીના પૂરેપૂરા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે

 .અમદાવાદના બનેલી ઘટના બાદ વલસાડ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે વલસાડ સિવિલમાં પણ ફાયર ની સુવિધા અંગે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી જોકે વલસાડ સિવિલના નવા બિલ્ડીંગમાં બનાવવામાં આવેલા કોવિડ રૂમમાં ફાયર સેફટી ની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર વલસાડ સિવિલમાં કોવીડ  માટે ૩૦૦ જેટલા બનાવવામાં આવ્યા છે જેમાં હાલમાં ૪૪ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે

 જ્યારે હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે કે તમામ દર્દીઓને હાલ નવી બિલ્ડિંગના છઠ્ઠા માં માળે બનેલા કોવીડ ના રૂમમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે જેથી કરીને ફાયર જેવી જો કોઈ ઘટના બને તો આવા સમયે સિવિલની અદ્યતન સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થઇ શકે વલસાડ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ કૅમેરા સમક્ષ આવવાની ના પાડી હતી જોકે તેમણે ઓફ ધી કેમેરા જણાવ્યું છે કે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દરેક માળ ઉપર ત્રણથી ચાર જગ્યા ઉપર ફાયર સેફ્ટીના સાધનો મુકવામાં આવ્યા છે તો સાથે જ ભૂગર્ભ ટાંકી સહિત હાઈડ્રો સિસ્ટમ પણ અહીં મૂકવામાં આવી છે અને તે હાલમાં પણ ચાલુ હાલતમાં છે

(9:09 pm IST)