Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

તાપીના ઉચ્છલ નજીક તોતિંગ વૃક્ષ એસટીની બસ ઉપર પડતા અફરાતફરી: ડ્રાઈવરને ઇજા :મુસાફરોનો બચાવ

બસ શાહદાથી સુરત તરફ જતી બારડોલી ડેપોની બસ પર વૃક્ષ ખાબક્યું

તાપી જિલ્લાના ઉચ્છલ નજીક તોતિંગ વૃક્ષ એસટીની બસ પર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી આ ઘટનામાં ડ્રાઈવરને  ઇજા થઈ છે જયારે મુસાફરોનો બચાવ   થયો છે

  આ અંગેની વિગત મુજબ આજે સવારે બારડોલી ડેપોની એસ.ટી.બસ શાહદાથી સુરત તરફ આવી રહી હતી ત્યારે ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે ઉપર ગવાણ અને ટોકરવા ગામની વચ્ચે એક તોતિંગ ઝાડ એસ.ટી.બસ ઉપર પડતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સદનશીબે ઝાડ બસના આગળના ભાગે પડતાં ડ્રાઈવરને સામાન્ય ઇજા સિવાય મુસાફરોનો બચાવ થયો હતો

 આ  અકસ્માતની જાણ થતાં આજુબાજુના સ્થાનિક ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

  જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ગુરુવારની રાત્રિ દરમ્યાન ભારે પવન સાથે તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કુકરમુંડામાં 8 ઇંચ વરસાદ જ્યારે નિઝર તાલુકામાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શુક્રવારે સવારે પણ વરસાદની સ્થિતિ યથાવત રહી હતી. પરિણામે વરસાદ અને ભારે પવનને લઈ ઠેર ઠેર વૃક્ષો ધરાશય થયા છે

  ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે ઉપર બારડોલી ડેપોની એસ.ટી.બસ શાહદાથી સુરત તરફ જઈ રહી હતી ત્યારે ઉચ્છલ તાલુકાનાં ગવાણથી ટોકરવા વચ્ચે એસ.ટી.બસ ઉપર તોતિંગ વૃક્ષ ધરાશય થયું હતું. જે વૃક્ષ સદનસીબે એસ.ટી.બસના આગળના ભાગે પડતાં ડ્રાઈવરને સામાન્ય ઇજા સિવાય કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. વૃક્ષ પડતાં જ સ્થળ ઉપર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેથી સ્થાનિક રહીશો ઉપરાંત એસ.ટી વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. 

(1:30 pm IST)