Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

અરવલ્લી કલેકટર કચેરી પર બે મહિલાઓનો આત્મવિલોપનનો પ્રયાસ

મૃતક યુવકની હત્યા કરાઈ હોવાની રજૂઆત છતાં પોલીસે કેસ દબાવી દીધાનો આક્ષેપ :ન્યાય અપાવવા માતા અને પત્નીએ કરી માંગણી

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વારેણા ગામનો ૨૮ વર્ષીય યુવક વનરાજસિંહ ચંદુસિંહ પરમાર ઘરે થી કામકાજ અર્થે નીકળ્યા પછી જાન્યુઆરી મહિનામાં શંકાસ્પદ હાલતમાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ જે તે સમયે યુવકની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની રજુઆત કરી હતી.

   આ ઘટનાને ૭ મહિના થવા છતાં મૃતક યુવકની પત્ની અને માતાએ બાયડ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે મામલો દબાઈ દીધો હોવાના આક્ષેપ કરી  ન્યાયની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ખાતે પરિવારજનો સાથે પહોંચી યુવકની પત્ની-માતા આતમવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા જીલ્લા પોલીસવડા કચેરીએ ઉપસ્થિત પોલીસે બંનેની અન્ય પરિવારજનો સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:00 pm IST)